સૂઈ ધાગાના પ્રમોશન માટે વરૂણ અને અનુષ્કાએ અમદાવાદમાં ચલાવી સાયકલ

0
116
Advertisement
Loading...

બોલિવુડ સ્ટાર અનુષ્કા શર્મા અને વરૂણ ધવન તેમની અપ કમીંગ ફિલ્મ સૂઈ ધાગાના પ્રમોશન માટે અમદાવાદની મુલાકાતે આવ્યા હતાં. તેમની અપકમિંગ મુવી સૂઈ ધાગાના પ્રમોશન માટે તેમણે અમદાવાદના રસ્તા પર સાઈકલ ચલાવી હતી. સૂઈ ધાગા આગામી 28મી સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે.

અમદાવાદની મુલાકાતે આવેલા વરૂણ અને અનુષ્કા સાથે મોટી સંખ્યામાં તેમના ફેન અને અન્ય લોકો જોડાયા હતા. સુઈ ધાગાના પ્રમોશન માટે આવેલા વરૂણ ધવને ટ્રેક અને ટી સર્ટ પહેર્યા હતાં, જ્યારે અનુષ્કાઓ પ્લાજો પહેર્યું હતું. જેમાં બંને ખુબ આકર્ષક લાગી રહ્યાં હતાં.

બંને સ્ટારના ફેન્સ તેમની સાથે સેલ્ફી પડાવવા માટે પડાપડી કરી રહ્યાં હતાં. જો કે તેમની સુરક્ષા માટે ખાનગી બાઉન્સરો અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here