મારી લાઈફમાં કોઈ સ્પેશિયલ પર્સન નથીઃ પ્રિયા પ્રકાશ

0
168
there-is-no-special-person-in-my-life-priya-prakash-varrier
Advertisement
Loading...

(GNS) મુંબઈ, પ્રિયા પ્રકાશ વારિયરે પોતાની લવ લાઈફ વિશે ખુલાસો કર્યો કે તેની લાઈફમાં કોઈ સ્પેશિયલ પર્સન નથી. ફિલ્મની રિલીઝ પહેલા જ એક વીડિયો ક્લિપથી રાતોરાત ફેમસ થયેલ મલાયલી એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરે પોતાના ફેમના અનુભવને શેર કરતા કહ્યું કે મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આવુ કંઈક થઈ રહ્યું છે. આ વીડિયોએ મારુ જીવન બદલી દીધુ છે. વીડિયોની શૂટિંગ પર પ્રિયાએ કહ્યું કે ફિલ્મના આ રોમેન્ટિક ગીત માટે ડાયરેક્ટર ઈચ્છતા હતા કે હું પોતાની આઈબ્રોથી કંઈક અલગ કરુ. મને એક્સપ્રેશન દ્વારા પ્રેમનો એકરાર કરવાનું કહ્યું હતુ. મને જે કહેવામાં આવ્યુ તે મે કરી દીધુ.

૧૮ વર્ષની પ્રિયા બીકોમના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની છે. પ્રિયાનું કહેવુ છે કે મારી લાઈફમાં અત્યારે કોઈ પણ સ્પેશયલ પર્સન નથી. પ્રિયાએ આગળ કહ્યું કે હું પણ પોતાનો અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન આપવા માંગુ છુ. વેલેન્ટાઈન પર હું મારી કોલેજમાં રહીશ. મે આ વિશે વધારે વિચાર્યુ નથી. પ્રિયાની માએ તેમની દિકરીને સમગ્ર દુનિયામાં મળી રહેલ પ્રસિદ્ધિ બાબતે મૌન તોડ્યુ છે. એક વેબસાઈટ સાથે થયેલ વાતચીતમાં પ્રિયા પ્રકાશની માતા પ્રીથાએ જાણકારી આપી છે કે પ્રિયાને હોસ્ટેલમાં મોકલી દેવાઈ છે. જ્યારે પ્રીથાને પૂછવામાં આવ્યુ કે આવુ કેમ કરવામાં આવ્યુ તો, તેમણે કહ્યું કે અચાનક પ્રિયાને મળી રહેલી પોપ્યુલેરિટીના કારણે ચિંતામાં છે. ડાયરેક્ટરે પ્રિયાને ફિલ્મ રિલીઝ થયા પહેલા કોઈ પણ ઈન્ટરવ્યુ આપવાથી મનાઈ કરી છે. પ્રીથાએ કહ્યું, ડાયરેક્ટરનું કહેવુ છે કે પ્રિયા ત્યાં સુધી કોઈ ઈન્ટરવ્યુ નહીં આપે જ્યાં સુધી તેમની ફિલ્મ રિલીઝ ના થાય.

જુઓ રાતોરાત સ્ટાર બનેલી પ્રિયા પ્રકાશના Unseen ફોટા

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here