વેલેન્ટાઇન ડે પર ’પરી’નું નવું ડરામણું ટીઝર રિલીઝ

0
183
Advertisement
Loading...

(GNS) મુંબઈ, અનુષ્કા શર્માની ફિલ્મ પરી આ વર્ષે હોળીના દિવસે રિલીઝ થવા જઇ રહી છે. આ એક હૉરર ફિલ્મ છે અને અનુષ્કા ડેવિલની ભૂમિકામાં દેખાશે. અનુષ્કાએ વેલેન્ટાઇન ડેના પ્રસંગે ફિલ્મનું નવું ટીઝર લૉન્ચ કર્યું છે જે રૂંવાટા ઉભા કરી દે તેવું છે. એક્ટ્રેસે પોતાના ટ્‌વીટર હેન્ડલ પર ફિલ્મનું નવું ટીઝર રિલીઝ કરતા લખ્યું છે કે- ’વિલ યુ બી હર વેલેન્ટાઇન’. ટીઝરમાં અનુષ્કા અને પરમબ્રત ચેટર્જી છે. તે પરમબ્રતને આઇ લવ યુ કહે છે. જેના પર એક્ટર એક હલ્કુ સ્મિત આપીને ટીવી જોવા લાગે છે, આના પછી ટીઝરમાં અનુષ્કાનું લોહીથી લથપથ મોં વાળો ડરાવનો ચહેરો સામે આવે છે. તે અનુષ્કાના આઇ લવ યુ નો જવાબ આપતા ડરતાં ડરતાં કહે છે આઇ લવ યુ ટૂ.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ફિલ્મના ટીઝર રિલીઝ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં રજત કપૂરે પણ અભિનય કર્યો છે. ફિલ્મ ૨ માર્ચે હોળીન દિવસે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું નિર્દેશન પ્રોસિત રાયે કર્યું છે. ફિલ્મ ક્લિન સ્લેટ ફિલ્મ્સના બેનર હેઠળ બની છે. અનુષ્કા શર્મા પોતાના ભાઇ કરનેશ શર્માની સાથે ફિલ્મની સહનિર્માતા પણ છે. આ ઉપરાંત તે ફિલ્મ ઝીરોના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન અને કેટરીના કૈફ પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. ઝીરો મૂવી આ વર્ષે ૨૧ ડિસેમ્બરે રિલીઝ થશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here