મોટા પ્રોડ્યુસરનો પુત્ર મને સ્ટુડિયોમાં બોલાવી સેક્સ માણતો………. પછી જાણો વિગત

0
283
Advertisement
Loading...

સાઉથની એક ફિલ્મ અભિનેત્રીએ મોટો ધડાકો કરતાં આક્ષેપ કર્યો છે કે, તેલુગુ ફિલ્મોના ટોચના નિર્માતાનો પુત્ર તેને સ્ટુડિયોમાં બોલાવી તેની સાથે સેક્સ માણતો હતો. નિર્માતાનો પુત્ર કામના બહાને સ્ટુડિયોમાં બોલાવતો હતો અને ત્યાં એકલતાનો લાભ લઈને એક્ટ્રેસને પરાણે પોતાની સાથે સેક્સ માણવાની ફરજ પાડતો.

આ અભિનેત્રીએ કહ્યું કે, મારી પાસે નિર્માતાના પુત્ર સાથેની અંગત પળોના ફોટા પણ છે અને યોગ્ય સમયે હું તેનું નામ પણ જાહેર કરીશ.

આ ફોટોગ્રાફને પોતાની પાસેનું બ્રહ્માસ્ત્ર ગણાવતાં અભિનેત્રીએ કહ્યું કે, જે સ્ટુડિયોમાં મારી સાથે શારીરિક સંબંધો બાંધવામાં આવેલા એ સરકારી સ્ટુડિયો છે અને આ નિર્માતાને ચલાવવા માટે અપાયો છે.

આ આક્ષેપ કરનારી અભિનેત્રી બીજી કોઈ નહીં પણ શ્રી રેડ્ડી છે. સાઉથની ફિલ્મોમાં બહારની અભિનેત્રીઓને લેવા સામે વિરોધ વ્યક્ત કરવા ટોપલેસ થનારી શ્રીએ કહ્યું કે, આ નિર્માતાના પુત્રે મારો ઉપયોગ કર્યો છે.

તેણે એવો સવાલ પણ કર્યો કે, સરકાર આવા લોકોને શા માટે સ્ટુડિયો આપે છે ?

શ્રીએ પોતાને પીડિતા ગણાવતાં કહ્યું કે, આ માણસ મને સ્ટુડિયોમાં લઈ જતો ને પછી મારા શરીરને ચૂંથતો હતો. એ મારી સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધતો હતો.

એ મને દરેક વાર એમ કહેતો કે આપણે માત્ર કામની વાત કરવા માટે સ્ટુડિયો પર મળવાનું છે ને આપણે કોઈ શારીરિક સંબંધો નહીં બાંધીએ.

જો કે હું સ્ટુડિયોમાં જતી પછી તે પરાણે મારી સાથે સેક્સ માણતો હતો. શ્રીએ આક્ષેપ કર્યો કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્ટુડિયોનો ઉપયોગ અભિનેત્રીઓનું શારીરિક શોષણ કરવા અને તેમની સાથે સેક્સ માણવા કરાય છે. મોટા નિર્માતાઓ, મોટા નિર્દેશકો અને હીરો સ્ટુડિયોનો ઉપયોગ બ્રોધેલ (વેશ્યાગૃહ) તરીકે કરે છે.

શ્રીએ ફિલ્મોના સ્ટુડિયોને સૌથી મોટા રેડ લાઈટ એરીયા ગણાવતાં કહ્યું કે, અભિનેત્રીઓ સાથે શારીરિક સુખ માણવા માટે સ્ટુડિયો સૌથી સલામત સ્થળ છે કેમ કે તેમાં અંદર કોઈ આવી શકતું નથી. પોલીસ પણ અંદર નથી આવતી ને તપાસ કરતી નથી તેથી આ બધી પ્રવૃત્તિઓ બેફામ ચાલે છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here