પદ્માવત ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ, ફિલ્મ પ્રોડ્યુસર્સે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દાખલ

0
977
Advertisement
Loading...

બોલિવૂડ ફિલ્મ પદ્માવત મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. સેન્સર બોર્ડ દ્વારા લીલી ઝંડી મળી ગયા બાદ પણ ચાર રાજ્યોએ પદ્માવત ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મુકી દીધો છે. ત્યારે આ મામલે ફિલ્મ પ્રોડ્યુસર્સે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

પદ્માવત ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. સેન્સર બોર્ડે કાપકૂપ વગર જ ફિલ્મને રિલીઝ કરવાની વાત કહી હતી. પદ્માવત ફિલ્મના નિર્માતા વાયાકોમ-18ને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં કેટલાક રાજ્યોમાં ફિલ્મની સ્ક્રિનિંગને રોકવાની વિરૂદ્ધ અપીલ કરવામાં આવી છે.

ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને હરિયાણાની સરકાર તે વાત સ્પષ્ટ કરી ચુકી છે. કે તેઓ પોતાના રાજ્યોમાં આ ફિલ્મને રિલીઝ નહીં થવા દે. આ તમામ સ્થળોએ ભાજપની સરકાર છે. આ ઉપરાંત ગોવા અને ઉત્તર પ્રદેશમાં પણ સ્થિતિ હજુ સ્પષ્ટ થઇ નથી.

ગોવાની સરકાર ફિલ્મને રિલિઝ કરવા ઇચ્છે છે પરંતુ ત્યાની પોલીસ કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો આગળ ધરીને ફિલ્મ નહીં રજૂ કરવાની વાત કહી રહી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here