તાપસી પન્નુએ વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાયને કરી રીપ્લેસ

0
175
Advertisement
Loading...

પોતાની દમદાર ભૂમિકાના માધ્યમથી તમામને પ્રભાવિત કરનાર તાપસી પન્નુ હાલ બોલીવુડનો જાણીતો ચહેરો બની ચુકી છે. તાપસીની હાલમાં જ રીલીઝ થયેલ ફિલ્મ મૂલ્કને દર્શકોએ પસંદ કરી છે અને હવે તે પોતાની આગામી ફિલ્મ મનમર્જિયાના પ્રમોશનમાં વ્યસ્ત બની છે. ત્યારે હવે એવા અહેવાલ સામે આવ્યા છે કે તાપસીએ એક ફિલ્મમાં વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાયની જગ્યા લઈ લીધી છે.

થોડા દિવસ પહેલા એવા અહેવાલ સામે આવ્યા હતા કે, એશ્વર્યા રાય અને પતિ અભિષેકને એક કોપ ડ્રામા ફિલ્મ જે પોલીસ પર આધારીત છે ઓફર થઈ છે. ફિલ્મના પ્રોડયુસર શૈલેષ આર સિંહ છે. પરંતુ ફેબ્રુઆરી બાદથી પ્રોજેક્ટ લટકી પડયો હતો, જ્યારબાદ અભિષેકે આ ફિલ્મ નથી બની રહી હોવાની પુષ્ટી કરી હતી. જોકે, ફરી એકવાર આ ફિલ્મને લઈ ચર્ચા શરુ થઈ છે.

સુત્રોના જણાવ્યા મુજબ, ફિલ્મની સ્ક્રિપ્ટ ફરી તૈયાર કરવામાં આવી રહી છે અને હવે ફિલ્મમાં ઐશ્વર્યા રાયની જગ્યાએ તાપસી પન્નુ નજરે પડશે તેવા અહેવાલ સામે આવ્યા છે. જોકે હજી સુધી તાપસી કે ફિલ્મના પ્રોડયુસર તરફથી આ અંગે કોઈ પુષ્ટી કરવામાં આવી નથી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here