સની લિયોની બની બે દિકરાઓની માતા, શેર કરી તસવીરો

0
317
Advertisement
Loading...

સની લિયોની અને તેના પતિ ડેનિયલ વેબરે પોતાના ફેન્સને ખુશખબર આપી છે. સની અને ડેનિયલ હવે 3 બાળકોના માતા-પતા બની ગયાં છે. આ સેલિબ્રિટી કપલે પોતાની આ ખુશીને પોતાના ફેન્સ સાથે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

તસવીરમાં સની લિયોની અને ડેનિયલ પોતાની પ્રથમ પુત્રી અને બે દિકરા સાથે જોવા મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે સની લિયોનીએ એક બાળકી દત્તક લીધી હતી. સનીએ તેનું નામ નિશા સિંહ કૌર રાખ્યું છે. હવે સની લિયોને પોતાના બે દિકરા અશર સિંહ વેબર અને નોઆ સિંહ વેબરની તસવીર શેર કરીને ફેન્સને ખુશખબર આપી છે.

પોતાના આ સંપૂર્ણ પરિવારની સુંદર તસવીર શેર કરતાં સનીએ કેપ્શન લખ્યુ કે ‘ભગવાનની ઇચ્છા, 21 જૂન 2017ના દિવસે અને ઇચ્છયુ કે અમારા ત્રણ બાળકો હોય અને ઘણાં વર્ષો બાદ અશર સિંહ વેબર અને નોહા સિંહ વેબરના આગમનથી અમારો પરિવાર પૂરો થયો.

અમારા દિકરાઓના જન્મ કેટલાંક અઠવાડિયા પહેલા જ થયો છે પરંતુ તેઓ અમારા હૃદય અને આંખોમાં ઘણાં વર્ષોથી જીવંત હતાં. ભગવાને અમારા માટે આટલી વિશેષ યોજના બનાવી હતી અને અમને એક મોટો પરિવાર આપ્યો. અમે હવે ત્રણ બાળકોના પ્રાઉડ પેરેન્ટ્સ છીએ. સૌકોઇ માટે અમારુ સરપ્રાઇઝ’

હાલ તે અંગે કોઇ માહિતી મળી નથી કે સની અને ડેનિયલે આ બંને દિકરાઓને સરોગસી દ્વારા જન્મ આપ્યો છે કે પછી તેમને દત્તક લીધાં છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here