સની દેઓલની લાંબા સમયથી અટકી પડેલી આ ફિલ્મ ‘A’ સર્ટિફિકેટ સાથે રિલિઝ થશે

0
236
Advertisement
Loading...

ઘણાં સમયથી રૂપેરી પડદાથી દૂર રહેલા માચો મેન સની દેઓલ હવે ટૂંક સમયમાં સ્ક્રીન પર જોવા મળશે. લાંબા સમયથી કાનૂની જંગમાં અટવાઇ પડેલી અભિનેતા અને ફિલ્મ સર્જક સની દેઓલની ફિલ્મ ‘મોહલ્લા અસી’ને કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડે એ સર્ટિફિકેટ આપીને પાસ કરી હોવાની જાણકારી મળી હતી. નિર્માતા વિજય તિવારીએ જણાવ્યું કે લાંબા સમયથી ચાલી રહેલા કાનૂની જંગમાં અમારો વિજય થયો હતો અને કોર્ટે સેન્સર બોર્ડને એ સર્ટિફિકેટ આપીને અમારી ફિલ્મ રિલિઝ કરવાની રજા આપવાનો આદેશ આપ્યો હતો.

નવલકથાકાર કાશી નાથ સિંઘની ‘કાશી ઇઝ અસી’ નામની નવલકથા પર આધારિત આ ફિલ્મનું શુટિંગ ૨૦૧૧માં શરૂ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં સની દેઓલ, સાક્ષી તંવર અને રવિ કિશન ચમકી રહ્યાં છે. ચંદ્ર પ્રકાશ દ્વિવેદીએ આ ફિલ્મનું ડાયરેક્શન કર્યું છે. ૨૦૧૬ના માર્ચમાં નિર્માતાએ સેન્સર બોર્ડ સમક્ષ સર્ટિફિકેટની માગણી કરતાં અરજી કરી ત્યારથી કાનૂની જંગનો આરંભ થયો હતો.

એ વખતે સિનિયર ફિલ્મ સર્જક પહલાજ નિહાલાની સેન્સર ચીફ હતા. સેન્સર બોર્ડે અને એની રિવાઇઝિંગ કમિટિએ બંનેએ સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આ ફિલ્મની કથામાં પાયાના માનવીય મૂલ્યો જળવાયાં નથી અને ભારતીય સંસ્કૃતિ તેમજ સંસ્કારનો લોપ કરે એવી આ ફિલ્મની કથા છે. ફિલ્મ સર્જકે કોર્ટમાં આ નિર્ણયને પડકાર્યો હતો.

13 ડિસેમ્બરના રોજ દિલ્હી હાઇકોર્ટે સીબીએફસીને આદેશ આપ્યો હતો કે તેઓ આ ફિલ્મને એક અઠવાડિયાની અંદર ‘એ’ સર્ટિફિકેટ આપે. અગાઉ સીબીએફસીએ તેમાં 10 કટ્સ લગાવવાની સલાહ આપી હતી. પોતાના આદેશમાં દિલ્હી હાઇકોર્ટે તે 10 કટ્સ માંથી 9 કટ્સને નકારી કાઢ્યાં હતાં

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here