‘Zero’ ઈદ સ્પેશીયલ ટીઝર : સલમાન-શાહરૂખ એ એક સાથે આપી તેમના ફેન્સને ‘ઈદી’

0
123
Advertisement
Loading...

‘Zero’ ઈદ સ્પેશીયલ ટીઝર : સલમાન-શાહરૂખ એ એક સાથે આપી તેમના ફેન્સને ‘ઈદી’

આ વર્ષની સૌથી મોટી ‘ઈદી’ મળી છે શાહરૂખ અને સલમાન બંનેના ફેન્સને ‘ઝીરો’ ની ટીમ તરફ થી.હા, ‘ઝીરો’ ની ટીમ શાહરૂખ અને સલમાનને એક સાથે લઇને આવી છે તેમના ફેન્સને ઈદી આપવામાં માટે એ પણ એક જ ફ્રેમમાં એક જ ફ્લોર પર ડાન્સ કરતા.

દરઅસલ ‘ઝીરો’ ફિલ્મના મેકર્સ ‘ઈદ સ્પેશિયલ ટીઝર’ લઈને આવ્યા છે જેમાં શાહરૂખ અને સલમાન ડાન્સ ઓફ કરતા જોવા મળી રહયા છે છે ને SRK અને સલમાન બંનેના ફેન્સ માટે બેસ્ટ ઈદી.ઈદ સ્પેશિયલ ટીઝરમાં સલમાન ખાન અને મીની શાહરૂખ ખાન ડાન્સ ફ્લોર પર આગ લગાવતા જોવા મળી રહ્યા છે.ટીઝરમાં મીની શાહરૂખ ચાલતા ચાલતા લોકોથી ભરેલા એક સ્ટેજ તરફ જઈ રહ્યા છે, સલમાન ખાન તેમણે ફોલો કરી રહ્યા છે જે આ સ્પેશીયલ અપીયરંસમાં ખૂબ લાંબા લાગી રહ્યા છે.અને પછી સોંગ ચાલુ થાય છે અને બંને ફ્લોર પર આગ લગાવી દે છે.

શાહરૂખ ખાન સ્ટારર અને આનંદ એલ રાય એ ડાયરેક્ટ કરેલી આ ફિલ્મમાં શાહરૂખ એક ગઠીયાનું કિરદાર નિભાવી રહ્યા છે.શાહરૂખ ખાન ની ઓપોઝમાં આ ફિલ્મમાં અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ લીડ કેરેક્ટરમાં જોવા મળશે.આ ફિલ્મમાં સલમાન ખાન એક સ્પેશીયલ કેમિયો પ્લે કરી રહ્યા છે.મલ્ટી-સ્ટાર્સ વાળી આ ફિલ્મમાં આર માધવન પણ એક મહત્વ ભૂમિકા નિભાવતા જોવા મળશે.આ ફિલ્મ 21 ડિસેમ્બર એ રિલીઝ થશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here