આકાશ અંબાણીની એંગેજમેન્ટ પાર્ટીના પહેલીવાર સામે આવ્યા ફોટાઓ

0
1096
Advertisement
Loading...

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને ડાયમંડ બિઝનેસમેન રસેલ મહેતની પુત્રી શ્લોકા મહેતાની શનિવારે સગાઈ કરવામાં આવી હતી.

આ ખુશીમાં સોમવારે શાનદાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન સહિત અનેક સેલિબ્રિટીઝએ હાજરી આપી હતી.

આકાશ અને શ્લોકા માટે આ ખાસ અવસર પર ફ્લોરલ કેક બનાવવામાં આવી હતી જેની પર બંન્નેના નામનો પહેલો અક્ષર SA લખાવવામાં આવ્યો હતો.

આ પાર્ટીમાં કરણ જોહરે પણ હાજરી આપી હતી. તેણે આકાશ અને શ્લોકાને શુભેચ્છા પાઠવતી તસવીર પણ પોસ્ટ કરી હતી. મુકેશ અંબાણીની પુત્રી ઈશાની સાથે આ તસવીરો પોસ્ટ કરતાં કરણ જોહરે કહ્યું હતું કે, આ તેમની ફેવરિટ છે.

આ તસવીરમાં આકાશ અંબાણી અને શ્લોકાની સાથે મુકેશ અંબાણી જોવા મળી રહ્યા છે. પાર્ટીમાં આકાશના ભાઈ અનંત અંબાણીની આ તસવીર જોવા મળી હતી.

અંબાણી પરિવારે સગાઈનું જશ્ન માટે મુંબઈમાં પોતાના પરિવાર અને મિત્રો માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું કે જેમાં ઘણી મોટી હસ્તીઓ જોવા મળી હતી.

દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીના પુત્રની ગોવામાં સગાઈ થયા બાદ સોમવારે રાતે એન્ટેલિયામાં આકાશ-શ્લોકાની એન્ગેજમેન્ટ પાર્ટી યોજાઈ હતી.

જેમાં શાહરૂખ ખાન, એશ્વર્યા રાય બચ્ચન, કિરણ ખેર સહિત બોલીવુડના અનેક સેલેબ્સ હાજર રહ્યા હતા.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીની સગાઈ શ્લોકા સાથે થવાની છે. જ્યારે ગોવામાં શ્લોકા-આકાશની સગાઈ પહેલા પ્રી એંગેજમેન્ટની સેરેમની યોજાઈ હતી.

દેશના સૌથી અમીર મુકેશ અંબાણીના પુત્રની સગાઈ શ્લોકા સાથે થવાની છે.

ગોવામાં હોટલ તાજ અગુડા ફોર્ટમાં સેરેમની યોજાઈ હતી. શ્લોકા હીરા વેપારી રસેલ મહેતાની સૌથી નાની પુત્રી છે. અંબાણી અને મહેતા પરિવાર એકબીજાને ખૂબ જ સારી રીતે ઓળખે છે.

આકાશ અને શ્લોકાએ ધીરુભાઈ અંબાણીની ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાથે અભ્યાસ કર્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here