ગુજરાત સહિત તમામ રાજ્યોમાં ‘પદ્માવત’ થશે રિલીઝ, સુપ્રીમ કોર્ટે કર્યો આદેશ

0
200
Advertisement
Loading...

નવી દિલ્હીઃ પદ્માવતની રિલીઝને લઈ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. વિવિધ રાજ્યો દ્વારા ફિલ્મ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને લઈ નિર્માતા કોર્ટમાં ગયા હતા. જેમાં કોર્ટે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ દ્વારા મુકવામાં આવેલા પ્રતિબંધને હટાવી ફિલ્મ રિલીઝ કરવા આદેશ કર્યો હતો. ફિલ્મમાં જરૂરી સુધારા બાદ કરણી સેનાએ જે થિયેટરમાં ફિલ્મ રજૂ કરાશે ત્યાં વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી છે. દેશભરમાં થઈ રહેલા વિરોધને લઇ આ ફિલ્મ વિવાદમાં છે.

ફિલ્મ સાથે સંકળાયેલા વિવાદને ખતમ કરવા સેન્સર બોર્ડે રિવ્યુ કમિટીને કેટલીક ભલામણો કરી હતી. સેન્સર બોર્ડે મેકર્સને તેમાં ડિસ્કલેમર નાંખવામાં આવે અને ઘૂમર ગીતમાં ફેરફાર કરવા સહિત કુલ 5 સુધારા કરવા કહ્યું હતું. જે કરી દેવામાં આવતા ફિલ્મ રિલીઝનો માર્ગ મોકળો થયો હતો.

સંજય લીલા ભણશાલીની અપકમિંગ ફિલ્મ ‘પદ્માવત’નું નવું પૉસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મના નામ બદલ્યા બાદ આ ફિલ્મનું પહેલું પૉસ્ટર છે. આ નવા પૉસ્ટર દ્વારા મેકર્સે ફિલ્મને નવા નામથી પણ ઇન્ટ્રૉડ્યૂસ કરી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here