સલમાન: મજબૂરીમાં આવીને ઉતાર્યો હતો પહેલીવાર શર્ટ

0
129
Advertisement
Loading...

સલમાન ખાનનો શર્ટલેસ ટ્રેંડ 20 વર્ષથી સુપરહિટ છે.સૌથી પહેલા સલમાન ખાને આ સ્ટાઈલ 1998માં આવેલી ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’માં દેખાડી હતી.આ ફિલ્મના સોંગ ‘ઓ ઓ જાને જાના…’માં સલમાન ખાન હાથમાં શર્ટલેસ થઈને પહેલીવાર સામે આવ્યા હતા.આ સ્ટાઈલ સલમાનની ઓળખાણ બની ચુકી છે.આજે ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ થી લઈને ‘રેસ ૩’સુધી સલમાનની આ સ્ટાઈલ દરેક ફિલ્મમાં હોય છે.

આ ટ્રેંડ કેવી રીતે બન્યો તે સૌથી મ્પતો સવાલ છે.એક ટીવી રિયાલીટી સો માં સલમાને આ સવાલ નો જવાબ આપ્યો.સલમાન એ કહ્યુ કે કોઈપણ ટ્રેંડને સેટ કરવા તેમણે પહેલીવાર શર્ટ નહોતો ઉતાર્યો પણ મજબૂરીમાં તેમણે આવું કરવું પડ્યું હતું.

સલમાને જણાવ્યું કે સોંગની શૂટિંગ મડ અઈલેન્ડમાં થઇ રહી હતી.ડિઝાઈનર એ શૂટ માટે સલમાનને જે શર્ટ આપ્યો,તે એટલો ટાઈટ હતો કે તેના બટન પણ નહોતા લાગી રહ્યા.તેની વચ્ચે ડીઝાઇનર નવો શર્ટ લેવા ગયા.તેમને પાછા આવતા લગભગ 4 કલાકનો ટાઈમ લાગવાનો હતો.મે નો મહિનો હતો અને સેટ પર ગરમી વધતી જઈ રહી હતી.

તે સમયે સલમાને ફિલ્મના ડાયરેક્ટર અને ભાઈ સોહેલ ખાનને કહ્યુ કે તે વગર શર્ટ એ પણ શૂટ કરવા તૈયાર છે.પહેલા સોહેલને તેમની વાતો પર ભરોસો ના આવ્યો.સોહેલ એ ફરીથી તેમને પૂછ્યુ કે તેઓ સાચે શર્ટલેસ થઇને શૂટ કરશે?સલમાનની હા પડ્યા બાદ તેમણે સોંગ શૂટ કર્યું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here