કાળિયાર શિકાર કેસઃ સલમાન દોષિત જાહેર, જાણો કેટલી સજા થઇ શકે છે

0
172
Advertisement
Loading...

જોધપુરની એક સ્થાનીક અદાલતે બે દાયકાનો જૂના કાળિયાર શિકાર કેસ મામલે સલમાન ખાન અને અન્ય લોકો સામે ગુરુવારે સુનાવણી કરશે ગુરુવારે કોર્ટમાં હાજર થવા સલમાન ખાન, સૈફ અલી ખાન સહિત તબ્બૂ, સોનાલી બેન્દ્રે અને નીલમ જોધપુર પહોંચી ગયા છે.

સલમાન ખાન પર આરોપ છે કે તેણે જોધરપુર નજીક કણકણી ગામ પાસે બે કાળિયારનો શિકાર કર્યો હતો. આ ઘટના ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મના શૂટિંગ દરમિયાન 2 ઓક્ટબર, 1998માં બની હતી.

સલમાન ખાન વિરુદ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ધારા 51 અને અન્ય સાથી કલાકાર વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ધારકા 51 તથા ભારતીય દંડ સંહિતા ધારા 149 હેઠળ આરોપનો લાગ્યો છે.

સરકારી વકીલ ભવાની સિંહ ભાટીએ કહ્યું કે તે રાતે તમામ કલાકાર જિપ્સી કારમાં સાથે હતા. સલમાન ખાન કાર ચલાવી રહ્યો હતો. કાળિયારનું ટોળું જોઈ તેણે ગોળી ચલાવી હતી જેમાં બે કાળિયારના મોત થયા હતા. જ્યારે લોકોએ તેમને જોયા અને તેમનો પીછો કર્યો ત્યારે તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.

આ મામલે બે અન્ય આરોપી દુષ્યંત સિંહ અને દિનેશ સિંહ પણ આરોપી છે. હિરણના શિકાર સમયે દુષ્યંત સિંહ કથિત રીતે સલમાન સાથે હતો જ્યારે દિનેશ સિંહ વિષે કહેવામાં આવે છે કે સલમાન ખાનનો સહાયક છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here