૫૦૦ કરોડ રૂપિયામાં વેચાઈ શકે છે આર કે સ્ટુડિયો

0
122
Advertisement
Loading...

ભારતીય સિનેમાના પ્રથમ શો મેન રાજકપુર દ્વારા બનાવવામાં આવેલ ૭૦ વર્ષ જુના આરકે સ્ટુડિયો ૫૦૦ કરોડ રુપિયામાં વેચવામાં આવી શકે છે. રાજકપુરે ૧૯૪૮માં મુંબઈના ચેમ્બુરમાં આરકે સ્ટુડિયોની સ્થાપના કરી હતી. હવે આરકે સ્ટુડિયો વેચવામાં આવી રહ્યો છે.

કપુર પરિવારના સભ્યોએ પણ સ્ટુડિયો વેચવાની વાતને કન્ફર્મ કરી છે. ૨ એકર જમીનમાં બનેલ આરકે સ્ટુડિયોને લેવા માટે કેટલાક લોકો ઉત્સુક છે. ત્યારે સુત્રોનું કહેવુ છે કે ૨ એકરમાં બનેલ આરકે સ્ટુડિયો આશરે ૫૦૦ કરોડ રુપિયામાં વેચાઈ શકે છે. થોડા દિવસ અગાઉ અભિનેતા ઋષિ કપુરે આરકે સ્ટુડિયો વેચવામાં આવનાર હોવાની જાહેરાત કરી હતી.

સુત્રોનું કહેવુ છે કે સ્ટુડિયોમાં છેલ્લા કેટલાક સમયથી કામ નથી થઈ રહ્યુ છે, તેમજ સ્ટુડિયો નફામાં ધધો નથી કરી રહ્યો, આ કારણસર કપુર પરિવારે સાથે મળીને આરકે સ્ટુડિયો વેચવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત સ્ટુડિયોમાં લાગેલ આગ બાદ તેનુ રીનોવેશન કરાવાનો ખર્ચ પણ વધુ હોવાની વાત પણ કપુર પરિવાર કરી ચુક્યા છે. આપને જણાવી દઈએ કે, આરકે સ્ટુડિયોની સ્થાપના ૧૯૪૮માં રાજકપુરે કરી હતી. આ સ્ટુડિયોમાં અનેક ફિલ્મો બની ચુકી છે. જેમાં આગ, બરસાત, આવારા, જીસ દેશ મેં ગંગા બહતી હૈ, શ્રી ૪૨૦, મેરા નામ જોકરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સત્યમ શિવમ સુંદરમ, પ્રેમ રોગ, રામ તેરી ગંગા મૈલી જેવી ફિલ્મો પણ આ સ્ટુડિયોમાં જ બની છે. તેમજ આ સ્ટુડિયોનો કેટલાક રીયાલીટી શો માટે પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here