સવારે 4 વાગે હશે રજનીકાંતની ‘કાલા’ નો ફર્સ્ટ શો

0
108
Advertisement
Loading...

રજનીકાંતની ફિલ્મ કાલા સવારે 4 વાગે રિલીઝ કરવામાં આવશે.શો ની ટીકીટો ધડાધડ સોલ્ડ આઉટ થઇ રહી છે.તેની વચ્ચે કર્નાટકમાં ફિલ્મના પર બેન ને લઈને નિર્માતાઓએ કાનૂની આપત્તિ જણાવી છે.નિર્માતાઓ એ કર્નાટકમાં ફિલ્મના પ્રદર્શન પર લગાવેલ બેનની વિરુદ્ધ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

રજનીકાંતની દીકરી સૌંદર્યા રજનીકાંત અને એક્ટર-પ્રોડ્યુસર એ કર્નાટક હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે.અરજીમાં ફિલ્મ કાલાને રિલીઝ કરવા માટે સિનેમાઘરો માં સુરક્ષા આપવાની માંગ કરવામાં આવી છે.અરજીમાં તેમની મુખ્ય માંગ રિલીઝ સમયે સુરક્ષા આપવાનો છે.

કાવેરી વિવાદમાં રજનીકાંતના એક નિવેદન પછી કર્નાટકમાં તેમની ફિલ્મનું પ્રદર્શન બેન કરી દેવામાં આવ્યું છે.રજનીકાંત એ કહ્યુ હતુ, કાવેરી નદીથી તામિલનાડુને મળવાના પાણીના પ્રમાણને ઓછા કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ નિરાશાજનક છે.રાજ્ય સરકારે સમીક્ષા યાચિકા દાખલ કરવી જોઈએ.તેના પછી KFCC એ રાજ્યમાં ફિલ્મને બેન કરી નાખી.10 સમૂહો એ કન્નડ ફિલ્મ કાઉન્સિલ પાસે ફિલ્મને બેન કરવાની માંગ પણ કરી છે,કારણ કે, કાવેરી મામલામાં રજનીકાંતનું નિવેદનથી અસંતુષ્ટ હતા.

ફિલ્મને બેન કરવાને લઈને સુપરસ્ટારના દેશ વિદેશના ફેન્સ ફેસલાનો વિરોધમાં સોશિયલ મીડિયા પર પોત-પોતાની રીતે કરી રહ્યા છે.જર્મનીના તમિલ એસોસિએશન એ પણ કાલાને સપોર્ટ કરી છે કારણ કે જર્મની માં પણ ફિલ્મ પર બેનની માંગ કરવામાં આવી રહી છે. (GNS)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here