‘રેસ-૩’ માં છે જેકલીન-ડેઝીની સુપર હીટ કેટ ફાઈટ

0
148
Advertisement
Loading...

સલમાન ખાનની ફિલ્મ રેસ-૩ બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાઈ કરી રહી છે.ઓપનિંગ વિકેન્ડમાં જ ફિલ્મે 100 કરોડના ક્લબમાં એન્ટ્રી મારી લીધી છે.રેસ-૩ માં બધા જ એકટર્સ એ સ્ટંટ અને ફાઈટ સીન્સ કર્યા છે.તેમાંથી એક જેકલીન અને ડેઝી શાહની ફાઈટ સીકવન્સ છે.જેનો મેકિંગ વીડિયો આજકાલ સોશિયલ મિડિયા પર ખુબ ચર્ચામાં છે.

રેસ-૩ ફિલ્મનો પબ્લિક રિવ્યુ ભલે મિક્સ આવ્યો હોય પણ ફિલ્મમાં લોકોને જેકલીન અને ડેઝી વચ્ચેની એક્શન સિક્વન્સ ઘણી પસંદ આવી છે.તો હાલ માં જ યુટ્યુબ પર સલમાન ખાન ફિલ્મ્સના હેન્ડલ પર બંને લીડ એક્ટ્રેસ જેકલીન અને ડેઝીની ફાઈટ સીનનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.મૂવીનો એક સીન છે જ્યાં બંને એક્ટ્રેસ વચ્ચે ઝઘડો થઇ જાય છે અને તેઓ એકબીજા સાથે લઢવા લાગે છે.ફાઈટ સીક્વન્સ માટે જેકલીન અને ડેઝી એ ખુબ જ મેહનત કરી છે.

સીક્વન્સની શૂટિંગ દરમિયાન સલમાન ખાન પણ ત્યાં જ મોજુદ દેખાયા.તેઓ જેકલીનની મદદ કરતા નજર આવ્યા વડિયોમાં.તો વીડીયોમાં જેકલીન સલમાન સાથે મસ્તી કરતા, સલમાનને કિક મારતી પણ નજર આવી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here