પ્રિયંકા મારી સાથે ફિલ્મ કરવા માંગે છે : સુનિલ ગ્રોવર

0
139
Advertisement
Loading...

ફિલ્મ પટાખાથી બોલીવુડ ફિલ્મમાં વાપસી કરી રહીલ કોમેડીયન સુનિલ ગ્રોવરે ફિલ્મના પ્રમોશન દરમિયાન પત્રકારો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યુ કે, અભિનેત્રી પ્રિયંકા ચોપરા મારી સાથે કામ કરવા માંગે છે અને અમે બન્ને એકબીજા સાથે કામ કરી રહ્યા છીએ. આશા છે કે આગામી વર્ષ સુધીમાં અમે સાથે ફિલ્મનુ શુટિંગ શરુ કરીશું.

આપને જણાવી દઈએ કે, ફિલ્મ પટાખાના ગીત લોન્ચિંગ સમયે વિશાલ ભારદ્વાજને પ્રિયંકા સાથે કામ કરવાને લઈ પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબના અંતે સુનિલ ગ્રોવરે આ નિવેદન આપ્યુ હતું. સુનિલે જણાવ્યુ કે, મને લાગે છે કે આ પહેલા તમે તેના લગ્નની તૈયારી કરી રહ્યા છો. પ્રિયંકા અને વિશાલ ભારદ્વાજ કમીને અને સાત ખૂન માફ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે. બન્ને ફિલ્મને દર્શકોએ પસંદ કરી હતી.

ફિલ્મ પટાખા અંગે વાત કરતા વિશાલ ભારદ્વાજે જણાવ્યુ કે, અમે ૩૦ દિવસમાં આ ફિલ્મનુ શુટિંગ પૂરુ કર્યુ છે. આ પહેલા આ ફિલ્મનુ ટાઈટલ છુરીયાં રાખવામાં આવ્યુ હતું. તેમણે જણાવ્યુ કે, અમે ફિલ્મમાં ભારત અને પાકિસ્તાનને બે બહેનોની જેમ દેખાડયુ છે, જે કોઈપણ પ્રકારના કારણ વિના એકબીજા સાથે ઝઘડતી રહે છે. મહત્વનુ છે કે, ફિલ્મ પટાખામાં સાન્યા મલ્હોત્રા, નવોદિત રાધિકા મદાન, સુનિલ ગ્રોવર, સાનંદ વર્મા અને વિજય રાજ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here