સાનિયા મિર્ઝાની બાયોપિકની ઘોષણા, આ હોટ અભિનેત્રી કરશે ટેનિસ સ્ટારનો રોલ

0
273
Advertisement
Loading...

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિકે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. તે પછી હવે અન્ય એક સ્પોર્ટ્સ પરસનની બાયોપિક બનવા જઇ રહી છે.તાજેતરમાં જ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ પોતાની બાયોપિક માટે બોલીવુડની બબલી ગર્લ પરિણિતી ચોપરાને પરફેક્ટ ગણાવી હતી.

તાજેતરમાં જ તેણે એક એવોર્ડ ફંક્શનમાં જણાવ્યું હતું કે જો તેની બાયોપિક બને તો તે ઇચ્છે છે કે તેની ભુમિકા તેની ખાસ મિત્ર પરિણિતી ચોપરા નિભાવે. હવે સાનિયાનું આ સપનું ટૂંક સમયમાં સાકાર થવા જઇ રહ્યું છે કારણ કે ફિલ્મનિર્માતા કરણ જોહર અને રોહિત શેટ્ટીએ આ ટેનિસ સ્ટારના જીવન પર ફિલ્મ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

આ ઉપરાંત પરિણિતીએ એક શોમાં જણાવ્યું હતું કે યુએસ ઓપનમાં રમી રહેલી સાનિયાએ રાતે 3 વાગ્યે તેને કોલ કર્યો અને પોતાનો પરિચય આપ્યા બાદ તેણે એક દિવસ પહેલાં આપેલા ઇન્ટરવ્યુનો ઉલ્લેખ કર્યો, જે પછી એવા સમાચાર વહેતાં થયાં કે પરિણિતી જ સાનિયાની ભુમિકા નિભાવશે. તે વાતચીત પછી તેઓ સારા મિત્રો બની ગયાં.

ઉલ્લેખનીય છે કે સાનિયા અને પરિણિતી ખાસ મિત્રો છે. પરિણિતી અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ કેસરીમાં જોવા મળશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here