પદ્માવત’ વિરુધ્ધ કરણી સેનાએ આપ્યું ભારત બંધનું એલાન?

0
292
Advertisement
Loading...

સુપ્રીમ કોર્ટ સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્માવતને સમગ્ર દેશમાં રિલીઝ કરવાને લીલીઝંડી આપી દીધા બાદ કરણી સેનાએ ફરી વાર ફિલ્મને રિલીઝ નહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. કરણી સેનાએ ભારત બંધનું એલાન આપ્યું છે. જ્યારે ભાજપ શાસિત રાજ્યોમાં પદ્માવતને રિલીઝ કરવા બાબતે ભારે ગડમથલ ચાલી રહી છે. રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પદ્માવત પર પ્રતિબંધ મૂકી દેવામા આવ્યો છે. હવે રાજ્ય સરકારો સુપ્રિમમાં ફરીથી અપીલ કરવાનો રસ્તો શોધી રહી છે.

સુપ્રીમ કોર્ટનાં ચૂકાદા બાદ પણ કરણી સેના પોતાના વલણ પર મક્કમ છે. રાજપુત કરણી સેનાના ચીફ લોકેન્દ્રસિંહ કલવીએ કહ્યું કે સમગ્ર દેશમાં સામાજિક સંગઠનોને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ થિયેટરમાં પદ્માવત રિલીઝ કરવા દેવામાં આવે નહીં. ફિલ્મ રિલીઝ થાય તો થિયેટર પર કરફ્યુ લગાવી દેવામાં આવે.

ભાજપના બાગી નેતા અને પદ્માવતને લઈને ચર્ચામાં રહેલા નેતા સૂરજપાલ અમ્મૂએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ લાખો-કરોડો હિન્દુઓની લાગણીને દુભાવી છે. લોકેન્દ્રિસિંહે કહ્યું કે ફાંસી પર લટકાવી દો પણ સંઘર્ષ ચાલુ રહેશે.

બીજી તરફ સુપ્રીમ કોર્ટનાં ચૂકાદા બાદ રાજસ્થાન સરકાર વિમાસણમાં મૂકાઈ ગઈ છે. રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ કટારીયાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો સન્માન કરીએ છીએ. હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે કહ્યું કે કોર્ટે રાજ્ય સરકારોને સાંભળ્યા વગર જ નિર્ણય આપ્યો છે. કોર્ટના નિર્ણય અંગે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

(Source By :khabarchhe)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here