ઈટાલિયન સુંદરી સાથે ફિલ્મ કરશે નવાઝુદ્દીન સિ‌દ્દિકી

0
128
Advertisement
Loading...

નવાઝુદ્દીન સિ‌દ્દિકી ખૂબ જ જલદી ઇટાલિયન અભિનેત્રી વેલેન્ટિના કોર્ટી સાથે એક ફિલ્મ કરશે. આ બંને જે ફિલ્મમાં કામ કરી રહ્યાં છે તેનાથી તનીષ્ઠા ચેટરજી નિર્દેશન જગતમાં પગ મૂકવાની છે.

તાજેતરમાં નવાઝુદ્દીને ટ્વિટર પર વેલેન્ટિના સાથે પોતાનો એક ફોટો શેર કર્યો હતો. તેના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, ‘આ છોકરી મારા રોમેરોમમાં છે.’ આ ટ્વિટ બાદ લોકોએ તેની સાથે દેખાઇ રહેલી અભિનેત્રી અંગે જાતજાતના ક્યાસ લગાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ ખૂબ જ જલદી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને સંપૂર્ણ વાત સ્પષ્ટ કરી.

તેણે પોતાના એક ટ્વિટમાં લખ્યું કે તનીષ્ઠા ચેટરજી દ્વારા નિર્દેશિત પહેલી ફિલ્મમાં નવાઝુદ્દીન સિ‌દ્દિકી સાથે ઇટાલીની અભિનેત્રી વેલેન્ટિના કોર્ટી કામ કરશે.

તાજેતરમાં રિલીઝ થયેલી નવાઝુદ્દીન સિ‌દ્દિકીની વેબ સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ અત્યારે ખૂબ જ હિટ જઇ રહી છે, તેમાં નવાઝુદ્દીન સાથે સૈફ અલી ખાન પણ લીડ રોલમાં છે. આ ફિલ્મમાં રાધિકા આપ્ટે પણ છે.

તે એક ‘રો’ એજન્ટનું પાત્ર ભજવી રહી છે. મોટા પરદાની વાત કરીએ તો નવાઝુદ્દીન ખૂબ જ જલદી ‘ધૂમકેતુ’, ‘ઠાકરે’ અને ‘જિનિયસ’માં કામ કરતો જોવા મળશે. તનીષ્ઠા ચેટરજી બ્રિટિશ ફિલ્મ ‘બ્રિક લેન’થી લોકપ્રિય થઇ હતી. •

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here