મારો ગુન્હો ફક્ત એટલો જ કે હું હસીન જહાંનો પતિ છુંઃ શમી

0
170
My crime is simply that I am Hasin Jahan's husband Shami
Advertisement
Loading...

ન્યુ દિલ્હી, ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમી અને તેમની પત્ની હસીન જહાં વચ્ચે વિવાદ સતત વધતો જ રહે છે. હસીન જયારે મોહમ્મદ શમી પર મારપીટ, રેપ, હત્યાનો પ્રયાસ, ઘરેલુ હિંસા અને મેચ ફિક્સિંગ જેવા ગંભીર આરોપો અને તેમની વિરુદ્ધ પોલીસ કેસ પણ કર્યો છે. તો બીજી તરફ મોહમ્મદ શમી તેની પુત્રી માટે સમાધાન કરવા ઈચ્છે છે પરંતુ હસીન જહાં કોઈ જ સમાધાન કરવાના મુડમાં ના હોય ત્યારે મોહમ્મદ શમીએ પણ હસીન જહાંએ આરોપ લગાવવાના શરુ કર્યા છે.

તો બીજી બાજુ દુઃખી શમી આ બધા જ આરોપનો અસ્વીકાર કયો હતો. તો હસીન જહાંએ લગાવેલો મેચ ફિક્સિંગનો આરોપ પણ ખોટું હોવાનું સ્વીકાર્યું હતું. અને શમીએ જણાવ્યું હતું કે, ‘હસીન જહાં પાસે મારા વિરુદ્ધ કોઈ પુરાવો નથી.’મેચ ફિક્સિંગના આરોપો બાદ મોહમ્મદ શમી જણાવ્યું હતું કે, ” હું દેશના વિશ્વાસને ક્યારેય તોડીશ નહી. તો હું દેશ માટે જીવ પણ આપી શકું છું. ભગવાનને ખબર છે કે મેં કોઈ ખોટું કામ કર્યું નથી. ”ઉલેખનીય છે કે. હસીન જહાંના મેચ ફિક્સિંગના આરોપ પર બાદ બીસીસીએ શમીનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કર્યું નથી. સાથે જ બીસીસીની એન્ટી કરપ્શન યુનિટ પણ આ કેસની તપાસ કરી રહી છે.આ વિવાદ પર મોહમ્મદ શમીએ ફક્ત એટલું જ કહ્યું હતું કે, મારો ગુન્હો એટલો જ છે કે, હું હસીન જહાંનો પતિ છે. હું ઘણી વાર મારી દીકરી સાથે વાત કરવાની કોશીસ કરી હતી. પરંતુ એકપણ વાર મારી દીકરી સાથે વાત કરી નાં હતી.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here