માધુરી દીક્ષિત સહિત અનેક બોલીવુડ સ્ટાર્સે સ્વીકાર્યો ’પેડમેન’ ચેલેંજ

0
297
Many Bollywood stars including Madhuri Dixit accepted 'Padman' Challenge
Advertisement
Loading...

(જી.એન.એસ)મુંબઈ, અક્ષય કુમારની આવનારી ફિલ્મ ‘પેડમેન’ ને લઈને બોલિવુડનાં સ્ટાર્સની વચ્ચે પેડમેન ચેલેન્જને લઈને કમાલનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારથી અક્ષય કુમાર અને તેમણી પત્ની ટિ્‌વંકલ ખન્નાએ બોલિવુડના બધા સ્ટાર્સને સેનેટરી નેપકિનની સાથે ફોટો શેર કરવાનું ચેલેન્જ આપ્યું છે ત્યારથી સોશિયલ મીડિયા પર સતત બધા સ્ટાર્સ સેનેટરી નેપકિન સાથેનો ફોટો શેર કરી રહ્યા છે.

પેડમેન ચેલેન્જ દ્વારા તે બતાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે પીરિયડસ પર વાત કરવી તે કોઈ શરમની વાત નથી તે નેચરલ છે. અમિર ખાનથી લઈને આલિયા ભટ્ટ અને દિપીકા પાદુકોણ પહેલા જ પેડની સાથે પોતાની તસ્વીરો શેર કરી લીધી છે. હવે બોલિવુડ અભિનેત્રી માધુકી દિક્ષિત પણ આ ઝુંબેશનો હિસ્સો બની ગઈ છે. માધુરીએ આ ચેલેન્જ માટે અનિલ કપૂરનો આભાર વ્યક્ત કર્યો છે. સાથે તેમણે કરણ જોહર, અજય દેવગન અને કરિશ્મા કપૂરને ટેગ કરીને નેપકિનની સાથે સેલ્ફી પોસ્ટ કરવાનું ચેલેન્જ આપ્યું છે. માધુરી સિવાય અભિનેત્રી હુમા કુરૈશી પણ આ પેડમેન ચેલેન્જમાં સામેલ થઈ છે. હુમા છેલ્લે અક્ષય કુમારની સાથે ‘જોલી એલએલબી-૨’ માં જોવા મળી હતી.

અદિતી રાવ હૈદરી પણ પેડમેન ચેલેન્જ માટે બહુ ઉત્સાહિત જોવા મળી રહી છે. પેડની સાથે તેમણે પણ પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તે સિવાય દિયા મિર્ઝા પણ આ ઝુંબેશનો હિસ્સો બની ગઈ છે અને તેમણે પેડમેન ચેલેન્જને પોતાના અંદાજમાં એક્સપ્ટ કર્યો છે. તેમજ શબાના આઝમી, આયુષ્માન ખુરાના, સ્વરા ભાસ્કરથી લઈને અર્જુન કપૂર સુધી બધા સ્ટાર પેડમેન ચેલેન્જમાં ભાગ લેતા જોવા મળી રહ્યા છે. અક્ષય કુમાર, સોનમ કપૂર અને રાધિકા આપ્ટે ‘પેડમેન’ ની આ બધી સ્ટારકાસ્ટ પહેલા જ પેડની પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેનાથી ફિલ્મનું સારું એવું પ્રમોશન થઈ રહ્યું છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here