કંગના પોતાની મરજી ચલાવતી હતી : સોનુ સૂદ

0
112
Advertisement
Loading...

બોલીવુડ અભિનેત્રી કંગના રણોતની ફિલ્મ મણિકર્ણિકા રીલીઝના થોડા મહિના પહેલા જ વિવાદોમાં ઘેરાઈ છે. ફિલ્મમાં સેકન્ડ લીડ રોલ ભજવી રહેલ અભિનેતા સોનુ સૂદે ફિલ્મને અધવચ્ચે જ છોડી દીધી છે.જોકે ફિલ્મનુ મોટાભાગનુ શુટિંગ પુરુ થઈ ચુક્યુ હતુ, તેમાં પેચ વર્ક જ બાકી હતુ અને પોસ્ટ પ્રોડક્શનનુ કામ શરુ કરી દેવામાં આવ્યુ હતું. ફિલમના બાકી કેટલાક સીનને સોનુ સુદને ફરી શુટ કરવા માટે જણાવાયુ હતું.

ફિલ્મમાં સોનુ સદાશિવ રાવ ભાઉનુ પાત્ર ભજવી રહ્યો હતો. જોકે, હવે તેણે ફિલ્મ છોડી હોવાના અહેવાલ સામે આવ્યા બાદ બોલીવુડમાં ખળભળાટ મચી ગયો છે. સોનુ સુદે આ અંગે જણાવ્યુ હતું કે, તેણે કંગનાના કારણે આ ફિલ્મ છોડી છે, કંગના શુટિંગ સમયે પોતાની મરજી મુજબનુ બધુ કરવા માંગતી હતી, જેથી તેણે આ ફિલ્મ છોડી છે. ત્યારબાદ કંગના રણોતે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

કંગના રણોતે જણાવ્યુ કે, સોનુ સુદ કોઈ મહિલા ડાયરેક્ટરની અંડરમાં કામ કરવા નહતો માંગતો જેથી તેણે આ ફિલ્મ છોડી દીધી. ટીમને મારા પર વિશ્વાસ હતો પરંતુ લાગે છે કે સોનુને ન તો વિશ્વાસ હતો ન તો તારીખ. સોનુ અને હું ગત વર્ષથી મળ્યા નથી. કંગનાએ જણાવ્યુ કે સોનુ હાલ પોતાની ફિલ્મ સિમ્બામાં વ્યસ્ત છે, તે ફિલ્મ માટે આપેલ ડેટ્સ મુજબ પણ શુટિંગમાં હાજર નથી રહ્યો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here