કંગના રનૌતનો બફાટ, કહ્યું કરણ જોહર પોતાના મહેમાનોને પીરસે છે ઝેર

0
229
Advertisement
Loading...

કંગના રનૌત અને કરણ જોહરનો વિવાદ જગજાહેર છે. બને વચ્ચે સગાવાદને લઇને લાંબા સમય સુધી વાટાઘાટો થઇ હતી. હવે પરી એકવાર કંગના કરણ જાહરના ટીવી શોમાં મહેમાનગતી કરવા માટે ચર્ચામાં આવી છે.

કંગના રનૌતને કરણ જોહર અને રોહિત શેટ્ટીના નવા ટીવી શો ‘ધ ઇન્ડિયાઝ નેક્સ્ટ સુપર સ્ટાર’માં જજ તરીકે આમંત્રિત કરવામાં આવી હત. કંગનાએ પણ પોતાની અને કરણ વચ્ચેની દુશ્મની ભૂલીને આ આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. પરંતુ જ્ચારે કંગનાને પુછવામાં આવ્યું કે કરણ શોમાં પોતાના મહેમાનોને શું પીવડાવે છે તે તેનો જવાબ આપતાં કંગનાએ મજાકના મૂડમાં કહ્યું કે કરણ પોતાના મહેમાનોને ઝેર પીવડાવે છે. આ શોમાં કરણ સામે કંગના ખૂબ જ સહજ જોવા મળી.

થોડા સમય અગાઉ જ્યારે કરણને પુછવામાં આવ્યું હતું કે શું તે પોતાના શોમાં કંગનાને આમંત્રિત કરશે, તો તેના જવાબમાં કરણે કહ્યું હતું કે જો ચેનલ કંગનાને આમંત્રિત કરવા ઇચ્છે તો તે ચોકક્સપણં કંગનાનું સ્વાગત કરશે.

ત્યારબાદ કંગનાએ પણ આ આમંત્રણને સ્વીકાર્યુ હતુ અને કહ્યચું હતું કે કરણ મારૂં સ્વાગત કરી રહ્યો છે, તેથી હું ખુશ છું પરંતુ હું દરેક પ્લેટફોર્મ પર જવાની ક્ષમતા ધરાવું છે. કોઇએ મારા માટે દરવાજા નથી ખોલ્યા પરંતુ મે મારી ક્ષમતાના આધારે આ દરવાજાઓ ખોલ્યાં છે.

ઉલ્લેખનીય છે કે કંગનાએ કરણ પર નેપોટીઝમનો આરોપ લગાવી ચુકી છે અને તેમની વચ્ચેનો આ વિવાદ ઘણો લાંબો સમય ચાલ્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here