જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘પરમાણુ’ની રિલિઝ ત્રીજી વખત ટળી

0
206
Advertisement
Loading...

થિયેટર્સમાં જ્હોન અબ્રાહમની ફિલ્મ રિલિઝ થયાને ઘણો સમય થઇ ગયો છે. તેમની ફિલ્મ પરમાણુની રિલિઝ ટળતી જઇ રહી છે. અન્ય ફિલ્મો સાથે આ ફિલ્મની રિલિઝ ડેટ ક્લેશ થતી હોવાથી ત્રીજી વખત આ ફિલ્મની રિલિઝ ટળી ગઇ છે. અગાઉ આ ફિલ્મ 23 ફેબ્રુઆરીએ રિલિઝ થવાની હતી પરંતુ રાની મુખર્જીની ‘હિચકી’ અને સોનાક્ષી સિન્હાની ‘બૂમ બૂમ ઇન ન્યુયોર્ક’ ફિલ્મોના કારણે જ્હાનની આ ફિલ્મની રિલિઝ ડેટ પાછી ઠેલવવી પડી છે.

જ્હેન અબ્રાહમની ફિલ્મની કથા પોખરણની છે. પોખરણનાં ભારતે પરમાણુ પરિક્ષણ કર્યા હતા. આ ફિલ્મની કથા તે જ પરિક્ષણ સાથે સંબંધિત છે તેવું જણાવવામાં આવી રહ્યું છે. ફિલ્મનું નિર્દેશન અભિષેક શર્માએ કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મની રિલિઝ અગાઉ પણ બે વખત ટળી હતી.

અગાઉ આ ફિલ્મ 8 ડિસેમ્બર 2017ના રોજ રિલિઝ થવાની હતી. તે સમયે સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતની રિલિઝ ડેટ નજીક હોવાના કારણે આ ફિલ્મની રિલિઝ ટાળી દેવામાં આવી હતી. ફિલ્મની રિલિઝ ડેટ વારંવાર ટળી રહી હોવાથી જ્હોન ખુશ નથી. તેમના મતાનુસાર આ ફિલ્મ ગત વર્ષે ડિસેમ્બરમાં રિલિઝ થવી જોઇતી હતી.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં જ્હોન કો-પ્રોડ્યુસર પણ છે. તેમની પોતાની પ્રોડકેશન કંપની જેએ એન્ટરટેઇન્મેન્ટ આ ફિલ્મના નિર્માણમાં સહભાગી છે. ફિલ્મમાં જ્હોનની સાથે ડાયના પેન્ટી અને બોમન ઇરાની પણ જોવા મળશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here