શ્રીદેવીના નિધન પછી આ રીતે દીકરી જ્હાન્વીએ ઉજવ્યો બર્થ ડે

0
1494
Advertisement
Loading...

દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જ્હાન્વી 6 માર્ચના રોજ 21 વર્ષની થઈ ગઈ. તેણે પોતાનો જન્મદવિસ ખુબ જ સાદગી અને અલગ રીતે ઉજવ્યો. જ્હાન્વીએ આ અવસર પર પોતાની માતા શ્રીદેવીને ખૂબ જ મિસ કરી. જણાવીએ કે 24 ફેબ્રુઆરીએ શ્રીદેવીનું દુબઈની એક હોટલમાં બાથટબમાં ડૂબવાથી નિધન થયું હતું.

જો સામાન્ય પળ હોત તો જ્હાનવી ખૂબ ઉત્સાહિત અને ખુશ હોત અને તેને અનેક ગિફ્ટ પણ મળી હોત પરંતુ તેના જન્મદિવસ પહેલા જ કપૂર પરિવારમાં દુઃખની છાયા ફરી વળી હતી. તાજેતરમાં જ જ્હાનવીની મોમ શ્રીદેવીના અવસાનના કારણે કપૂર પરિવાર હજુ પણ શોકમાં છે.

એક રિપોર્ટ અનુસાર શ્રીદેવી પોતાની દીકરી જ્હાનવીના બર્થ ડેને લઈ ખૂબ જ ઉત્સાહિત હતી અને કેટલુંક ખાસ પ્લાનિંગ પણ કર્યું હતું. થોડા દિવસ પહેલા જ જ્હાનવીએ પોતાની મોમ શ્રીદેવી માટે એક ઈમોશનલ બર્થડે નોટ લખી હતી. તેણે દરેકને અપીલ કરી હતી કે પોતાના પેરેન્ટ્સને પ્રેમ કરો.

આ ઈમોશનલ પળમાં જ્હાનવીએ પોતાનો જન્મદિવસ તે પેરેન્ટ્સ સાથે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. જેના બાળકો તેનાથી દૂર છે. જ્હાનવીએ પોતાનો જન્મદિવસ એક વૃદ્ધાશ્રમમાં વડીલો વચ્ચે ઉજવ્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here