દીપિકા-રણવીરે લગ્ન કરી લીધાં? વાયરલ થઈ તસવીરો, શું છે આ તસવીરોનું રહસ્ય?

0
802
Advertisement
Loading...

આ વર્ષની શરૂઆતથી જ દીપિકા પાદુકોણ અને રણવરી સિંહના લગ્નને લઈને અનેક અટકળો સામે આવતી રહી છે. ક્યારેક દીપિકાના જન્મદિવસ પર શ્રીલંકામાં તેની સગાઈની યોજના સામે આવી તો ક્યારેક આ વર્ષના અંત સુધીમાં તેના લગ્નના અહેવાલ સામે આવ્યા. પંરતુ આ બધાની વચ્ચે એક ફેને આ બધા અહેવાલને પાછળ છોડીને આ બન્નેની વેડિંગ લુકવાળી તસવીર શેર કરી છે.

એ વાત સાચી છે કે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડીના લાખો ફન્સ છે અને આ જોડીને સોશિયલ મીડિયા પર દીપવીરના નામથી ઓળખે છે.

આ દીપવીરના એક ફેને સોશિયલ મીડિયા પર દીપિકા અને રણવીરનો વેડિંગ લુક બનાવ્યો છે.

આ તસવીરમાં દીપિકા અને રણવીર ભારતીય પરિધાનોમાં જોવા મળી રહ્યા છે. દીપિકા મોટેભાગે ડિઝાઈનર સબ્યસાચીના ડિઝાઈન કરેલા કપડામાં જ જોવા મળે છે અને આ તસવીરમાં પણ તે સબ્યસાચીના ડિઝાઈન કરેલા કપડામાં જોવા મળી રહી છે. એટલું જ નહીં, દીપિકાના લગ્નના ગેસ્ટમાં પારંપરિક પરિધાનોમાં સજેલ સોનમ કપૂર પણ જોવા મળી રહી છે.

આ તસવીર સિડ ગેલેરી નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. આ એકાઉન્ટે પોતાના ડિસ્ક્રિપ્શનમાં પોતાનું નામ સિદ્ધાંત જણાવ્યું છે અને તે ખુદને દીપિકા પાદુકોણનો સૌથી મોટો ફેન ગણાવે છે. સિદ્ધાંતને પેન્ટિંગ અને એડિટિંગનો ખૂબ જ શોખ છે. એવામાં સિદ્ધાંતે આ તસવીરમાં પોતાની એડિટિંગના આ શોખનો જોરદાર નમૂનો બતાવ્યો છે.

જણાવીએ કે, મીડિયા અહેવાલ અનુસાર દીપિકા અને રણવીરનો પરિવાર તેના આ સંબંધને નામ આપવા વિશે વિચારી રહ્યા છે. જણાવીએ કે રણવીર સિંહ હાલમાં પોતાની ફિલ્મ ગલી બોયમાં વ્યસ્ત છે.

તે ટૂંકમાં જ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’માં જોવા મળશે. સિમ્બામાં રણવીરની સાથે સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન જોવા મળશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here