Ileana D’Cruz એ સલમાનની બે ફિલ્મોની ઓફર નકારી

0
58
Ileana D'Cruz rejected Salman's offer of two films
Advertisement
Loading...

મુંબઈ, ફિલ્મ રેડમાં ઈલિયાના ડિક્રૂઝ અજય દેવગણ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. ફિલ્મમાં અજય ઈન્કમ ટેક્સ ઑફિસરની ભૂમિકામાં જ્યારે ઈલિયાના તેની પત્નીના રોલમાં દેખાશે. બાદશાહો બાદ બંને ફરી એકવાર આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં ઈલિયાનાએ પોતાના બોલિવૂડ કરિયર વિશે ઘણી રસપ્રદ વાતો કહી.

તેણે જણાવ્યું કે, તેને સલમાન સ્ટારર બે ફિલ્મોમાં કામ કરવાની ઑફર મળી ચૂકી છે પણ કોઈ કારણોસર તે આ ફિલ્મો કરી શકી નહી.
બોલિવૂડ સાથે જોડાયેલી એક વેબસાઈટના રિપોર્ટ અનુસાર, ઈલિયાનાએ કહ્યું કે, તે ભવિષ્યમાં સલમાન સાથે કામ કરવા માટે ઘણી ઉત્સુક છે અને તે એક સારીસ્ક્રીપટની રાહ જોઈ રહી છે.

ઈલિયાનાએ કહ્યું કે, તે સલમાન સાથે ફિલ્મ વોન્ટેડથી ડેબ્યૂ કરવાની હતી, પરંતુ વાત જામી નહી. ત્યારબાદ તેને કિક માટે અપ્રોચ કરવામાં આવી હતી અને આ વખતે પણ તે કામ કરી શકી નહી. જોકે, તેણે કહ્યું કે, મને આશા છે કે, ભવિષ્યમાં મને સલમાન સાથે કામ કરવાની તક મળશે. ૨૦૧૨માં રણબીર કપૂર સાથે બરફીથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી ઈલિયાનાએ અત્યાર સુધી રુસ્તમ, બાદશાહો, મૈ તેરા હીરો, મુબારકાં, ફટા પોસ્ટર નિકલા હીરો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ઈલિયાનાએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુમાં બોલિવૂડમાં ચાલતા કાસ્ટિંગ કાઉચ વિશે પણ વાત કરી હતી, જેમાં તેને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here