રીતિક રોશનની ફિલ્મ ‘સુપર-૩૦’નો ફર્સ્ટ લૂક લોન્ચ કરાયો

0
150
Advertisement
Loading...

બોલીવુડ અભિનેતા રીતિક રોશનની બહુપ્રતિષ્ઠિત ફિલ્મ સુપર-૩૦નો ફર્સ્ટલુક જાહેર કરી દેવાયો છે. આજે શિક્ષક દિવસ છે, ત્યારે પટનામાં આઈઆઈટી પ્રવેશના ટયુશન ક્લાસીસ ચલાવતા આનંદ કુમારના જીવન પર બનેલી આ ફિલ્મનો ફર્સ્ટલુક લોન્ચ કરવામાં આવ્યો છે.

ફિલ્મમાં રીતિક રોશન આનંદ કુમારના પાત્રમાં જોવા મળશે. અભિનેતા રીતિક રોશને ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુપર-૩૦નો ફર્સ્ટલુક લોન્ચ કર્યો છે. તેમજ ફિલ્મ ક્રિટિક તરન આદર્શે પણ ટ્વિટર પર ફિલ્મનો ફર્સ્ટલુક શેર કર્યો છે. ફિલ્મના પોસ્ટરમાં રીતિક મૂછ અને દાઢીમાં જોવા મળી રહ્યો છે.તેમજ તેના ચહેરા પર ગંભીરતા જોવા મળી રહી છે. સાથે જ પોસ્ટરમાં અબ રાજા કા બેટા, રાજા નહીં બનેગા ટેગલાઈન લખવામાં આવી છે. તેમજ પોસ્ટરમાં કેટલાક છોકરાઓ હાથમાં ગુલેલ લઈને નિશાન સાધતા નજરે પડી રહ્યા છે. તેમજ પોસ્ટરના બેકગ્રાઉન્ડમાં ગણિતના કેટલાક ફોર્મ્યુલા અને ઈક્વેશન પણ જોવા મળી રહ્યા છે. ફિલ્મનુ પોસ્ટર ખૂબ જ આકર્ષક છે, જેને લોકો પસંદ કરી રહ્યા છે. તેમજ ફિલ્મના આ પોસ્ટરથી જ ફિલ્મ હિટ જશે તેનો પણ અંદાજો આવી જાય છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here