શું અનુષ્કા પ્રેગનેન્ટ છે? વિરાટ કોહલીના ટ્વિટ પર સોશિયલ મીડિયામાં ઘમાસાણ

0
829
Advertisement
Loading...

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને શ્રીલંકામાં રમાઈ રહેલી ટ્રાઈ સીરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. આ આરામના દિવસોમાં વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

વિરાટ કોહલીએ હાલમાં જ એક એવું ટ્વિટ કર્યું છે, જેણે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. કોહલીના આ ટ્વિટ બાદ તેના ફેન્સ પૂછવા લાગ્યા છે કે શું અનુષ્કા શર્મા પ્રેગનેન્ટ છે?

કોહલીએ થોડા સમય પહેલા જ એક ટ્વીટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, ‘અત્યારે ઘણું બધું થઈ રહ્યું છે. રિયલમાં પણ જલ્દીથી તમને તેની ખબર પડશે.’ વિરાટે આ ટ્વીટ કરીને પોતાના ચાહકોને વિચારતા કરી દીધા છે. મગનું નામ મરી પાડવાને બદલે વિરાટે આટલું જ કહી વાત અધૂરી છોડી દેતા ચાહકો જાતભાતની અટકળો લગાવી રહ્યા છે.

વિરાટની આ ટ્વીટથી સોશિયલ મીડિયામાં તો જાણે ઘમાસાણ મચી ગયું છે. વિરાટના કોઈ ફેન્સ તેને શુભેચ્છા આપી રહ્યા છે, તો કોઈ આશ્ચર્ય સાથે તેને કહી રહ્યું છે કે, ‘તે અનુષ્કાને આટલી જલ્દી પ્રેગનેન્ટ કરી દીધી! તો કોઈ ફેન્સ કહી રહ્યા છે કે, બાપ બનવા જેવું કોઈ પ્રમોશન તને મળવા જઈ રહ્યું છે કે શું?’

વિરાટની એક નાનકડી ટ્વીટે તેના ફેન્સને એટલા ખુશ કરી દીધા છે કે, તેઓ અત્યારથી જ આતુરતાથી ગુડ ન્યૂઝની રાહ જોવા લાગ્યા છે. જોકે, અનુષ્કાએ આ મામલે હજુ સુધી કોઈ ફોડ નથી પાડ્યો.

મેરેજ કર્યાના ઘણા દિવસો પછી આ કપલ હાલના દિવસોમાં મુંબઈમાં સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યું છે. વિરાટ પણ મેરેજ પછી પોતાના હોમ ટાઉન દિલ્હીને છોડીને મુંબઈમાં સેટ થઈ ગયો છે. વિરુષ્કાએ મુંબઈમાં એક આલિશાન ફ્લેટ પણ ખરીદ્યો છે, જોકે તેમાં હાલ કામ ચાલતું હોવાથી તેઓ ભાડાંના ઘરમાં રહી રહ્યા છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here