બિગ બોસ માટે દીપિકા કક્કડ લેશે હિના ખાન કરતાં બે ગણી ફી

0
196
Advertisement
Loading...

ટેલિવિઝનના જાણીતા શો બિગ બોસ ૧૨ હવે ટૂંક સમયમાં જ શરુ થવા જઈ રહ્યો છે. સીઝન ૧૨ની જાહેરાત બાદથી આ રીયાલીટી શો ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં જ સલમાન ખાને ગોવામાં શોનુ લોન્ચિંગ કરી ચુક્યો છે. આમ તો બિગ બોસ કોન્ટ્રોવર્સી અને ગોસિપનુ બીજુ નામ છે અને શો શરુ થતા પહેલા જ આ સાથે સંકળાયેલ સમાચારો પણ સામે આવવા લાગ્યા છે. દીપિકા કક્કડ શોનો ભાગ બની શકે છે, આ અહેવાલ તો જુના થઈ ગયા છે, પરંતુ નવા અહેવાલમાં જણાવાયુ છે કે, તેણે બિગ બોસના ઘરમાં એન્ટ્રી માટે હિના ખાન કરતા પણ ડબલ રકમની માંગણી કરી છે.

એક અગ્રણી વેબસાઈટના જણાવ્યા મુજબ દીપિકાએ બિગ બોસના ઘરમાં રોકાણ માટે ૧૪થી ૧૬ લાખ રુપિયાની માંગણી કરી છે, જ્યારે ટેલિવિઝન અભિનેત્રી હિના ખાન દર સપ્તાહે ૭થી ૮ લાખ રુપિયાનો ચાર્જ લેતી હતી. એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે, દીપિકાને શો માટે ઘણી વખત ઓફર કરવામાં આવી પરંતુ તે ઓફર ફગાવતી રહી. જોકે છેલ્લે તેને એવી ઓફર કરવામાં આવી છે કે તે ના ન પાડી શકી. માનવામાં આવી રહ્યુ છે કે મેકર્સે દીપિકાની માંગણીને સ્વીકારી લીધી છે અને તે મોટી રકમ સાથે શોમાં એન્ટ્રી કરશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here