શ્રીદેવીના પાર્થિવ દેહની સામે આવી પહેલી તસવીર, પાર્થિવ દેહ લાવવા કેમ થઈ રહ્યો છે વિલંબ ?

0
250
Advertisement
Loading...

બોલીવુડની જાણીતી અભીનેત્રી શ્રીદેવીનું 54 વર્ષની વયે હાર્ટ અટેકથી નિધન થયું છે. શ્રીદેવી તેમના પતિ બોની કપુર અને દિકરી ખુશી સાથે દુબઈ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં. જ્યાં તેમને હાર્ટ અટેક આવતા તેમની તબિયત અચાનક લથડી પડી હતી અને તેમનું નિધન થયું હતું. અચાનક શ્રીદેવીના નિધનથી બોલિવુડ જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે.

શ્રીદેવીનું નિધન થયું તેની પહેલી તસવીર સામે આવી છે? જે પોસ્ટ મોર્ટમ દરમિયાન ક્લિક કરવામાં આવી હતી. જોકે શ્રીદેવીનો આ તસવીર સોશિયલ મીડિયા વાયરલ થઈ છે. વાયરલ થયેલી શ્રીદેવીની આ તસવીર અંગે હજુ સુધી કોઈ પણ જાતની પૃષ્ટિ કરવામાં આવી નથી. શ્રીદેવીના પાર્થિવ દેહ માટે સ્પેશિયલ જેટની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રીદેવીનું નિધન દુબઈથી 120 કિલોમીટર દૂર રાસ અલ ખૈલામાં થયું હતું. તેના પાર્થિવ દેહને રાસ અલ ખૈમાથી પહેલા દુબઈ લાવવામાં આવશે, ત્યાર બાદ મુંબઈ લાવવામાં આવશે.

શ્રીદેવીનું નિધન થયું તેની પહેલી તસવીર સામે આવી છે? જે પોસ્ટ મોર્ટમ દરમિયાન ક્લિક કરવામાં આવી હતી. જોકે શ્રીદેવીનો આ તસવીર સોશિયલ મીડિયા વાયરલ થઈ છે. વાયરલ થયેલી શ્રીદેવીની આ તસવીર અંગે હજુ સુધી કોઈ પણ જાતની પૃષ્ટિ કરવામાં આવી નથી. શ્રીદેવીના પાર્થિવ દેહ માટે સ્પેશિયલ જેટની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રીદેવીનું નિધન દુબઈથી 120 કિલોમીટર દૂર રાસ અલ ખૈલામાં થયું હતું. તેના પાર્થિવ દેહને રાસ અલ ખૈમાથી પહેલા દુબઈ લાવવામાં આવશે, ત્યાર બાદ મુંબઈ લાવવામાં આવશે.

બોલિવૂડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીએ 54 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધું છે. શ્રીદેવીએ શનિવાર મોડીરાતે દુબઈમાં અંતિમ શ્વાસ લીધા હતાં. ભત્રીજાના લગ્ન માટે દુબઈ પહોંચેલ શ્રીદેવીને અચાનક હાર્ટ અટેક આવ્યો હતો અને તેનું નિધન થયું હતું. અચાનક શ્રીદેવીના નિધનથી બોલિવુડ જગતમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે.

શ્રીદેવીના પતિ બોની કપૂરના નાના ભાઈ સંજય કપૂરે સાથે એબીસી અસ્મિતા સાથે આ સમાચારની પૃષ્ટિ કરી હતી. સંજય કપૂરે જણાવ્યું હતું કે, હું દુબઈમાં લગ્નમાં હાજરી આપીને પરત મુંબઈ ફર્યો હતો જોકે આ સમાચાર મળતાં જ ફરી હું દુબઈ જવા રવાના થઈ ગયો હતો. શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂર પણ દુબઈ જવા માટે રવાના થઈ ગઈ હતી. શ્રીદેવીએ 300મી ફિલ્મ કરી હતી જેનું નામ છે ‘મોમ’.

ફિલ્મ સમીક્ષક પ્રદીપ સરદાનાએ શ્રીદેવીના સંબંધી સંદીપ મારવાહ સાથે વાત કરી હતી. સંદીપ મારવાહે જણાવ્યું હતું કે શ્રીદેવીનો પાર્થિવ દેહ સાંજ સુધીમાં ભારત પહોંચી જશે પરંતુ અંતિમ સંસ્કાર કાલે કરવામાં આવશે.

પહેલા સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, આજે શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સંદીપ મારવાહના પુત્ર મોહિતના લગ્નમાં હાજરી આપવા માટે શ્રીદેવી દુબઈ ગઈ હતી. આખો પરિવાર ત્યાંથી પરત મુંબઈ ફર્યો હતો પરંતુ શ્રીદેવી દુબઈમાં શોપિંગ કરવા માટે રોકાઈ હતી.

અંતિમ સંસ્કાર માટે શ્રીદેવીન પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. મુંબઈના અંધેરીમાં તેના ઘરની બહાર પણ ચાહકોની ભીડ જામી છે.

દુબઈના કાયદા અનુસાર અનેક પ્રક્રિયાઓ કરવાને કારણે વિલંબ થઈ રહ્યો છે. ફોરેન્સિક રિપોર્ટ સોંપાયા બાદ પાર્થિવ શરીરને દુબઈના મુહૈસના લઈ જવામાં આવશે.

મુહૈસનામાં પાર્થિવ શરીર પર કેમિકલનો લેપ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં અંદાજે 1.5 કલાક જેટલો સમય લાગશે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ પોલીસ દ્વારા ડેઠ સર્ટિફિકેટ જારી કરવાની પ્રક્રિયા શરૂ થશે.

પોલીસના ડેથ સર્ટિફિકેટ બાદ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટની પ્રશાસનિક પ્રક્રિયા શરૂ થશે. પાર્થિવ શરીરને સોંપાવા માટે સરકારી વકીલ તરફતી મંજૂરી લેવાની પ્રક્રિયા શરૂ થશે. એ પ્રક્રિયા પૂરી થયા બાદ ચાર્ટર્ડ પ્લેનથી પાર્થિવ શરીર મુંબઈ લાવવામાં આવશે.(ABP)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here