બોલીવુડની કઈ અભિનેત્રી સાથે એરપોર્ટ પર થયો ખરાબ વ્યવહાર ? જુઓ તસવીરોમાં

0
162
Advertisement
Loading...

ગુરૂવારે કાળિયાર શિકારના મામલે સલમાન ખાનને દોષી જાહેર કરાતાં 5 વર્ષની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ મામલે બાકીનાં આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા અને આ આરોપીઓમાં અભિનેત્રી તબ્બુ પણ હતી.

તબ્બુને કોર્ટ તરફથી તો રાહત મળી પણ તેને જોધપુર એરપોર્ટ પર અત્યંત ખરાબ અનુભવ થયો હતો. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે જોધપુર એરપોર્ટ પર અભિનેત્રી તબ્બૂ સાથે દુર્વ્યવહાર થયો હતો અને એક ફેને તબ્બૂને સ્પર્શીને અશ્લીલ ચેષ્ટા કરવા પ્રયત્ન કર્યો હતો પણ તબ્બૂનાં બાઉન્સર્સે તેને ત્યાંથી ભગાડ્યો હતો.

એક ટીવી ચેનલ પર બતાવાયેલાં ક્લપિંગ્સ અનુસાર આ યુવક સિક્યોરિટીને ભેદીને તબ્બુ સુધી પહોંચી ગયો હતો. તેણે પાછળથી તબ્બુને સ્પર્શ કર્યો હતો અને ખરાબ વ્યવહાર કર્યો હતો. આ પહેલાં એક સીક્યુરિટી ઓફિસર તબ્બુને અડકતાં તબ્બુ એકદમ ચમકી ગઈ હતી ને ભડકીને દૂર જતી રહી હતી.

તબ્બૂનાં બાઉન્સર્સનું ધ્યાન તેની તરફ જતાં તેમણે તરત આ યુવકને ધક્કો મારીને દૂર કર્યો હતો. આ મામલે અત્યાર સુધી તબ્બૂએ કોઇ જ ફરિયાદ નોંધાવી નથી. આ ઘટના બાદ અભિનેત્રી ગભરાઇ ગઇ હતી અને તેને પરસેવો વળી ગયો ગતો. બાઉન્સર્સ તેને દૂર લઈ ગયા હતા.

કાળિયાર શિકાર મામલે મુખ્ય આરોપી સલમાન ખાન દોષિત ઠર્યો હતો. આ કેસમાં સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ અને સોનાલી બેન્દ્રે આરોપી હતાં.

વર્ષ 1998માં જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ની શૂટિંગ દરમિયાન સલમાન ખાન પર કાળા હરણનો શિકાર કરવાનો આરોપ લાગ્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here