દેશના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્રની સગાઈ પહેલાનો Royal જશ્ન, આવો છે જલસો

0
1558
Advertisement
Loading...

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણીની સગાઈ શ્લોકા સાથે થવાની છે. જ્યારે આજે ગોવામાં શ્લોકા-આકાશની સગાઈ પહેલા પ્રી એંગેજમેન્ટની સેરેમની યોજાઈ હતી. દેશના સૌથી અમીર મુકેશ અંબાણીના પુત્રની સગાઈ શ્લોકા સાથે થવાની છે.

ગોવામાં હોટલ તાજ અગુડા ફોર્ટમાં સેરેમની યોજાઈ હતી. શ્લોકા હીરા વેપારી રસેલ મહેતાની સૌથી નાની પુત્રી છે. અંબાણી અને મહેતા પરિવાર એકબીજાને ખૂબ જ સારી રીતે ઓળખે છે. આકાશ અને શ્લોકાએ ધીરુભાઈ અંબાણીની ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાથે અભ્યાસ કર્યો છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક અને દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ત્રણ બાળકો છે જેમાં આકાશ સૌથી મોટો છે. તે સિવાય અનંત અંબાણી અને બહેન ઈશા તેના પરિવારમાં છે. આકાશ અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ટેલીકોમ ગ્રુપ રિલાયન્સ જિયોના બોર્ડમાં પણ છે.

મુકેશ અંબાણીએ શ્લોકાને મીઠાઈ ખવડાવી આશીર્વાદ આપ્યા હતા.

શ્લોકા હીરા વેપારી રસેલ મહેતાની પુત્રી છે. રસેલ મહેતા રોઝી બ્લૂ ડાયમંડ્સના પ્રમુખ છે. દેશના ટોચના 6 હીરા વેપારીઓમાં તેમનું સ્થાન છે.

ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાનીના પુત્ર આકાશ અને શ્લોકા મહેતાએ શનિવારે ગોવામાં પ્રિ-એંગેજમેન્ટ ફોટોશૂટ કરાવ્યું હતું. સગાઈ જૂનમાં થાય તેવી શક્યતા છે.

આ પ્રપોઝલ સેરેમની હતી અને આ જશ્નમાં મુકેશ અંબાણી અને તેની માતા કોકિલાબેન તમામ મહેમાનો સાથે ફ્લોર પર નાચતા જોવા મળ્યા હતા.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here