કાળા હરણ શિકાર કેસ મામલે 9 ઓક્ટોબરે હાથ ધરાશે સુનાવણી, સલમાનના વકીલ દ્વારા કરાઈ હતી અરજી

0
124
Advertisement
Loading...

કાળા હરણ શિકાર કેસમાં દોષી માની લેવામાં આવેલા સલમાન ખાન અંગે જોધપુર સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ ત્રણ કલાકની ચર્ચા દરમિયાન આગામી સુનાવણીની તારીખ 3 ઓગસ્ટ અને 4 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે સલમાન ખાનના વકીલે સુનાવણીને ટાળવા માટે અરજી આપી હતી, આ જોતા આ તારીખ બદલવામાં આવી છે.

ત્યારબાદ હવે કોર્ટની આ સુનાવણી 9 ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત એપ્રિલ મહિનામાં, નીચલી અદાલતે કાળા હરણ શિકારના કિસ્સામાં સલમાનને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી.

સલમાનના વકીલોએ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, પુરાવાઓના આધારે સલમાનને દોષિત માનવામાં ન આવે. જો કે આ દલીલને હાઈકોર્ટે નકારી કાઢી હતી. જજ ચંદ્ર કુમાર સોંગરા પહેલાં ત્રણ કલાકની ચર્ચા ચાલી હતી.

શું હતો આ મામલો ?

આપને જણાવી દઈએ કે, 1998 માં જોધપુરમાં સલમાન ખાનની ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ ના શૂટિંગ દરમિયાન તેઓ પર કાળા હરણનો શિકાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કેસમાં સલમાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન સલમાન ખાનને પાંચ દિવસ માટે જેલમાં રહેવાનું હતું. આ ઉપરાંત 22 સપ્ટેમ્બર, 1998ના રોજ પોલીસ તેમના રૂમમાંથી એક રિવોલ્વર અને રાઈફલ પ્રાપ્ત કર્યું હતું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here