‘ડોન-૩’ પર આગામી વર્ષ થઈ શકે છે કામ શરૂ

0
112
Advertisement
Loading...

ડોન ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ ડોન-૩ માટે કામ શરૃ થયુ હોવાના અહેવાલ આ પહેલા સામે આવ્યા હતા. જોકે શાહરુખ ખાને આનંદ એલ રાયની ફિલ્મ ઝિરો માટે કામ શરુ કરી દેતા હાલ આ પ્રોજેક્ટ અટવાયો છે. જોકે આ ફિલ્મમાં દર્શકોને આ વખતે શાહરુખ ખાનનો ગ્રે શેડવાળો અવતાર જોવા મળશે. જોકે આ ફિલ્મમાં એક મોટુ પરિવર્તન પણ કરવામાં આવી રહ્યુ છે.

સુત્રોનુ માનીએ તો ડોન અને ડોન-૨માં લીડ કેરેક્ટર રહેલ પ્રિયંકા ચોપરાની જગ્યાએ નવી ફિલ્મમાં દીપિકા પાદુકોણને લેવામાં આવી શકે છે. લાંબા સમયથી આ ફિલ્મના નિર્માતાઓ એક અભિનેત્રીની શોધમાં હતા. જે હવે દીપિકા પર આવીને પુર્ણ થઈ છે. સુત્રોનુ માનીએ તો પ્રિયંકા ચોપરા આ પ્રોજેક્ટમાંથી પહેલાથી જ ખસી ગઈ છે. એમ પણ તેણે હમણાં જ સલમાનની ફિલ્મ ભારતમાંથી પણ પોતાનુ નામ પાછુ ખેંચ્યુ હતું. ત્યારે હવે ડોન-૩માં શાહરુખ સાથે દીપિકા જોવા મળશે તે પણ નક્કી મનાઈ રહ્યુ છે. જોકે હાલ આ ફિલ્મનો પ્રોજેક્ટ અટવાયો છે. પરંતુ આગામી વર્ષે આ ફિલ્મ પર કામ શરુ થાય તે નક્કી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here