‘પદ્માવત’ બાદ ફરી વખત ‘રાણી’ બનશે દીપિકા પદુકોણ.

0
238
Deepika Padukone will become the queen again after 'Padmavat'
Advertisement
Loading...

મુંબઈ, પદ્માવતમાં રાણી પદ્માવતીની ભૂમિકા ભજવનાર દીપિકા પદુકોણ હવે પછીની ફિલ્મની તૈયારી કરી રહી છે. આ ફિલ્મમાં દીપિકા ફરી એકવાર રાણી બનશે પણ આ વખત તેનો અંદાજ અલગ હશે. દીપિકા ફરી વખત બાયોપિક કરશે અને ફિલ્મનું નામ રાણી રાખવામાં આવ્યું છે. દીપિકા આ ફિલ્મ માટે ખુબ જ મહેનત કરી રહી છે. દીપિકા આ ફિલ્મમાં ડૉનની ભૂમિકામાં જોવા મળશે, આ માટે તે ફિટનસ પર ખાસ ધ્યાન આપી રહી છે.

સૂત્રો અનુસાર દીપિકા ફિલ્મમાં સપના દીદી અક્કા રહીમા ખાનની ભૂમિકામાં જોવા મળશે. ૮૦ની શરૂઆતના સમયમાં રહીમા ખાન મુંબઇની માફિયા ક્વીન હતી. દીપિકાએ આ કેરેક્ટર માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે અને પોતાને સપના દીદી જેવો લુક આપવાની કોશિશ કરી રહી છે. આ ફિલ્મની શૂટિંગ માર્ચમાં મુંબઇમાં શરૂ થશે. પદ્માવત પછી દીપિકાને ડૉનના લૂકમાં તેના ફેન્સમાં જોવાનું પસંદ કરશે.

આ ફિલ્મમાં દીપિકા સાથે ઇરફાન ખાન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં ઇરફાન દીપિકાના પતિ તરીકે જોવા મળશે અને તે પણ ગેંગસ્ટર હશે. ઉલ્લેખનીય છે દીપિકા અને ઇરફાન આ પહેલા પણ પીકૂમાં સાથે કામ કરી ચુક્યા છે અને પીકૂમાં તેમની જોડી લોકોને પણ ખુબ પસંદ આવી હતી. અગાઉની ફિલ્મને ધ્યાનમાં રાખીને ફેન્સ એકવાર ફરી બંનેને સાથે જોવા એક્સાઇટ છે. ફિલ્મનું નિર્દેશન વિશાલ ભારદ્વાજ કરી રહ્યા છે. આ ફિલ્મને આ વર્ષે ઓક્ટોબરમાં રિલીઝ કરાશે. (GNS)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here