શ્રીદેવીનાં 13માં પર કરવામાં આવ્યું અસ્થિ વિસર્જન, પતિ ધૂસકે ધ્રૂસકે રડી પડ્યો

0
203
Advertisement
Loading...

દિવંગત અભિનેત્રી શ્રીદેવીના અસ્થિ વિસર્જન કરવા માટે ગુરૂવારે તેમના પતિ બોની કપૂર હરિદ્વારમાં હરકી પેડીના વીઆઈપી ઘાટ આગળ પૂજા કરીને અસ્થિ વિસર્જન કર્યાં હતાં. અસ્થિ વિસર્જન તથા પૂજા કરતી વખતે બોની કપૂર પત્નીની યાદમાં એકદમ ભાવુક બની જતા આંખમાંથી આંસુ વહેલા લાગ્યા હતાં.

બોની કપૂની સાથે ભાઈ અનિલ કપૂર, ફ્રેન્ડ મનિષ મલ્હોત્રા તથા અમરસિંહ અસ્થિ વિસર્જન માટે આવ્યા હતાં. પંડિત શિવ કુમાર પાલીવાલે પૂરા વિધિ વિધાન સાથે અસ્થિ વિસર્જનની પ્રક્રિયા સંપન્ન કરાવી હતી.

આ પૂજા દરમિયાન બોની કપૂર અનેકવાર રડવા લાગ્યો હતો. આટલું જ નહીં મનિષ મલ્હોત્રાની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

હરિદ્વારાના વીઆઈપી ઘાટ પર પૂજા અર્ચના કરવામાં આવી. કપૂર પરિવારના પુરોહિત શિવકુમાર પાલીવાલ સહિત પુરોહિત સમાજના અન્ય લોકો પણ હાજર રહ્યા હતા.

આ દરમિયાન ઘાટ પર કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગત 3 માર્ચના રોજ બોની કપૂરે શ્રીદેવીની અસ્થિઓને રામેશ્વરમના સમુદ્વમાં વિસર્જિત કર્યાહતા. આ દરમિયાન તેમની સાથે બંને પુત્રીઓ જાહન્વી અને ખુશી હાજર રહી હતી.

નોંધનીય છે કે, શ્રીદેવીના નિધનના 16માં દિવસે ચેન્નાઈમાં પૂજા યોજવામાં આવશે. શ્રીદેવીનો જન્મ ચેન્નાઈમાં થયો હોવાથી આ પૂજા અહીંયા કરવામાં આવશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here