દારૂના નશામાં બેલેન્સ ગુમાવતાં બાથટબમાં થયું શ્રીદેવુંનું મોત ? જાણો પૂરી વિગત

0
193
Advertisement
Loading...

શ્રીદેવીના અંતિમ દર્શન માટે બોલિવૂડ અને ચાહકો રાહ જોઈ રહ્યાં છે. પ્રાથમિક અહેવાલ પ્રમાણે શ્રીદેવીનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટમાં શ્રીદેવીના લોહીમાં ઝેરના કોઇ અંશ નથી પરંતુ આલ્કોહોલના અંશ હોવાનું માલૂમ પડ્યું છે. શ્રીદેવીનું નિધન દારૂના નશાને કારણે બેલેન્સ ગુમાવતા બાથટબમાં ડૂબી જવાને કારણે થયું હોવાનું કહેવાઈ રહ્યું છે.

લાઈવ અપડેટ્સઃ

9:30 PM: શ્રીદેવીનો પાર્થિવ દેહ કાલે સાંજ સુધીમાં આવે તેવી શક્યતાઓ

9:10 PM: શ્રીદેવીની મોત મામલે બોની કપૂરને લેખીતમાં બાંયધરી આપવી પડશે કે જ્યારે દુબઇ પોલીસ તેમણે પુછપરછ માટે બોલાવે ત્યારે તેમણે સહયોગ અને ત્યાં જવું પડશે.

8:30 PM: સરકારી વકીલ પીએમ રિપોર્ટથી સંતુષ્ટ નથી. વધુ તપાસ થશે. સીસીટીવી ફુટેઝની તપાસ ચાલું છે.
7:42 PM: શ્રીદેવીના મોતને લઇ એક મોટી જાણકારી સામે આવી છે
7:30 PM: આજે ભારત નહીં આવી શકે શ્રીદેવીનો પાર્થિવ દેહ

7.03 PM: દુબઈની અલ જુમેરા હોટલની બહાર પોલીસની અનેક ગાડીઓ. પોલીસે કોરિડર સહિત રૂમની બહારની લોબીના સીસીટીવી પોતાને હસ્તક કર્યાં, પોલીસ શ્રીદેવીના રૂમની તપાસ કરી રહી છે. શ્રીદેવીના રૂમમાં બપોર સુધી પાણી પહોંચાડનાર તથા હાઉસ કિપિંગ સ્ટાફની પૂછપરછ

7.01 PM: શ્રીદેવીના પાર્થિવ શરીર પર રાસાયણિક લેપ તથા અન્ય કાનૂની કાર્યવાહી તથા દસ્તાવેજમાં હજી બે કલાક જેટલો સમય થશે, પાર્થિવ દેહ મોડી રાત્રે (અંદાજે રાતના 3થી ચારની વચ્ચે) આવે તેવી શક્યતા

6.30 PM: શ્રીદેવીનું મોત જુમેરા એમીરેટ્સ હોટલના રૂમ નંબર 2201માં થયુ હતું

5:51 PM: સૂત્રો અનુસાર દુબઇ પોલીસે બોની કપૂર સાથે વાત કરી છે. દુબઇ પોલીસ હવે આ ક્રમમાં શ્રીદેવીના પતિનું નિવેદન નોંધશે

5:41 PM: દુબઇ પોલીસ શ્રીદેવીના ફોન કોલ ડિટેલ્સ શોધવાની તૈયારીમાં છે. પોલીસ અત્યાર સુધી શ્રીદેવીનું મોત કઇ રીતે થયુ તે હજુ સુધી સામે આવી શક્યુ નથી.

5:27 PM: દુબઈ પોલીસે કેસ દુબઈ પોલીસ પ્રોસિક્યુશનને ટ્રાન્સફર કર્યો, જે આ પ્રકારના કેસોમાં કાયદાકીય કાર્યવાહી કરતા હોય છેઃ દુબઈ મીડિયા ઓફિસ

4.51 PM: ખલીજ ટાઈમ્સના મતે, ફોરેન્સિક રિપોર્ટ્સ પ્રમાણે, શ્રીદેવીનું અવસાન બાથટબમાં ડૂબવાને કારણે થયું હતું. એક્ટ્રેસને હાર્ટ એટેકે કે કાર્ડિયાક એરેસ્ટ આવ્યો નહોતો. દારૂના નશામાં શ્રીદેવીએ બેલેન્સ ગુમાવતા તે બાથટબમાં પડી ગઈ હતી. બાથટબ પાણીથી ભરેલું હતું અને તેને કારણે તેનું ડૂબવાથી અવસાન થયું.

4.34 PM: ખલીજ ટાઈમ્સના મતે, લોહીમાં આલ્કોહોલના અંશો

4.08 PM: ખલીજ ટાઈમ્સના મતે, બાથટબમાં ગૂંગળાવવાને કારણે શ્રીદેવીનું નિધન
3.20 PM: ખલીજ ટાઈમ્સના મતે, પાંચ વાગ્યા સુધીમાં આવશે ફોરેન્સિક રિપોર્ટ

2.30 PM: ખલીજ ટાઈમ્સના મતે એક ભારતીય અધિકારી તથા શ્રીદેવીના પરિવારના એક સભ્યને શબઘરની અંદર બોલાવવામાં આવ્યા

2.30 PM: માધુરી દીક્ષિત મુંબઈમાં અનિલ કપૂરના ઘરે

1.36 PM: પીએમ રિપોર્ટ પ્રમાણે, લોહીમાં ઝેરના અંશ નથી, હાર્ટ એટેકને કારણે અવસાન

1:44 PM: ખલીજ ટાઈમ્સના મતે, પોસ્ટમોર્ટમ બાદ પણ કલાકો સુધી શ્રીદેવીનો પાર્થિવ દેહ શબઘરમાં જ રહ્યો

1.23 PM: કરન જોહર તથા મનિષ મલ્હોત્રા મુંબઈ સ્થિત અનિલ કપૂરના ઘરે

12.25 PM: શબાના આઝમી તથા કરને સોશ્યિલ મીડિયામાં શોક પ્રગટ કર્યો, શબાનાએ 2 માર્ચના રોજ યોજાનારી હોળી પાર્ટી કેન્સલ કરી

12.23 PM: ખલીજ ટાઈમ્સના મતે, ફોરેન્સિક રિપોર્ટ હજી સુધી નથી આવ્યો. શ્રીદેવીના પાર્થિવ દેહને ભારત લાવવા માટે રિપોર્ટ પોલીસને આપવો જરૂરી.

12.20 PM : કોરિયોગ્રાફ સરોજ ખાન મુંબઈ સ્થિત અનિલ કપૂરના ઘરે

11.30 AM: ફરહાન અખ્તર માતા હની ઈરાની સાથે મુંબઈ સ્થિત અનિલ કપૂરના ઘરે

11.29 AM: સાંજ સુધી શ્રીદેવીનો પાર્થિવ દેહ ભારત આવે તેવી શક્યતા

10.40 AM: ખલીજ ટાઈમ્સના મતે, ભારતીય અધિકારી તથા શ્રીદેવીના પરિવારને જણાવવામાં આવ્યું કે શ્રીદેવીનો પાર્થિવ દેહ રિપેરેશન પ્રોસેસ માટે જાય છે. ભારતીય સમય પ્રમાણે, સાડા ત્રણ વાગે આ પ્રક્રિયા પૂરી થશે

10.14 AM: રજનીકાંત સહિત તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝના અનેક સ્ટાર્સ શ્રીદેવીના અંતિમ સંસ્કારમાં થશે સામેલ

10.04 AM: યુએઈના પેપર ખલીજ ટાઈમ્સના મતે, શ્રીદેવીનો પાર્થિવ દહે હજી પણ પોલીસના ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં

9.30 AM: શ્રીદેવીના અંતિમ સંસ્કાર માટે સોનમ કપૂર તથા અનિલ કપૂર રવિવારે મોડી રાત્રે મુંબઈ પરત

9.22 AM: મુંબઈ એરપોર્ટના અધિકારીઓએ કહ્યુ, અનિલ અંબાણીનું ચાર્ટડ ફ્લાઈટ હજી પણ દુબઈમાં

દરેક વસ્તુ સફેદ રંગનીઃ

મુંબઈમાં શ્રીદેવીની અંતિમ વિદાયની તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. શ્રીદેવીનો ફેવરિટ રંગ સફેદ હતો. તે હંમેશા પરિવાર અને નિકટના સભ્યોને કહેતી હતી કે તેના અંતિમ સમયે બધુ જ સફેદ રંગનું હોય. આથી જ અંતિમ યાત્રામાં દરેક વસ્તુઓ સફેદ રંગની રાખવામાં આવી છે. ઘરના પડદા પણ સફેદ રંગના લગાવવામાં આવ્યા છે. ફૂલો પણ સફેદ મંગાવવામાં આવ્યા છે. અંતિમ સંસ્કાર વીર્લે પાર્લેમાં કરવામાં આવશે.

બે દિવસ રૂમની અંદર જ હતીઃ

આટલું જ નહીં હોટલ સ્ટાફ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શ્રીદેવી બે દિવસ સુધી હોટલની બહાર નીકળી નહોતી. તે રૂમની અંદર જ રહી હતી. પીએમ રિપોર્ટ હજી સુધી કેમ નથી આવ્યો તેને લઈને પણ આશંકા કરવામાં આવી રહી છે. શ્રીદેવીનો પાર્થિવ દેહ દુબઈથી બપોરના નીકળશે અને સાંજે ભારત આવે તેમ માનવામાં આવી રહ્યું છે.

પોસ્ટમોર્ટમ પૂર્ણઃ

શ્રીદેવીનું કુદરતી મોત હતું તેમ છતાંય પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પરિવારને પાર્થિવ દેહ સોંપ્યા બાદ પ્રાઈવેટ જેટમાં શ્રીનો પાર્થિવ દેહ ભારત લાવવામાં આવશે. ભારતમાં આવ્યા બાદ શ્રીદેવીનો પાર્થિવ દેહ અંતિમ દર્શનાર્થે રાખવામાં આવશે.

24મીના રાતના 11 વાગે થયું નિધનઃ
શ્રીદેવીએ દુબઈના અમીરાત ટાવરમાં અંતિમ શ્વાસ લીધા હતાં. રાતના 11 વાગે શ્રીદેવી બાથરૂમમાં ચક્કર આવવાથી પડી ગઈ હતી. ત્યારબાદ તેને તાત્કાલિક રાશિદ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ શ્રીદેવીનું નિધન થઈ ચૂક્યું હતું. ત્યારબાદ શ્રીદેવીના પાર્થિવ દેહને ફોરેન્સિક એક્સપર્ટ્સને સોંપવામાં આવ્યો હતો અને સોનાપુરમાં પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટ મોર્ટમ કર્યાં બાદ શ્રીનો પાર્થિવ દેહ અલ Qusais માં રાખવામાં આવ્યો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here