Shocking: અમિતાભ બચ્ચન માત્ર 25 ટકા લીવર પર છે જીવિત

0
154
Advertisement
Loading...

બોલિવૂડ દિગ્ગજ અમિતાભ બચ્ચન મહિનામાં બીજીવાર બીમાર પડ્યાં છે. અમિતાભ બચ્ચનને જોધપુરમાં ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ના શૂટિંગમાં વ્યસ્ત હતાં અને ત્યાં તેઓ બીમાર પડ્યાં હતાં. અમિતાભ બચ્ચનનુ લીવર માત્ર 25 ટકા જ કામ કરે છે અને આ વાતનો ખુલાસો તેમણે 2015માં કર્યો હતો.



75% લીવર ડેમેજ

કેન્દ્ર સરકારની હેપેટાઈટિસ બી વિરોધી લડતના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન છે. 2015માં બિગ બીએ કહ્યુ હતુ કે તેમનું લીવર માત્ર 25 ટકા જ કામ કરે છે. 1982માં ‘કૂલી’ના શૂટિંગ સમયે તેમનો ગંભીર અકસ્માત થયો હતો. તેમને પહેલાં બેંગ્લોર અને પછી મુંબઈ સારવાર આપવામાં આવી હતી. ટ્રિટમેન્ટ દરમિયાન 200 બ્લડ ડોર્ન્સે તેમને લોહી આપ્યું હતું અને 60 બોટલ્સ લોહી ચઢાવવામાં આવ્યું હતું. આ 200 બ્લડ ડોનરમાંથી એક ડોનરને હેપેટાઈટિસ બી હતો અને તેના લોહીમાં આ રોગના વાયરસ હોવાને કારણે તે પણ હેપેટાઈટિસનો ભોગ બન્યા હતાં. જોકે, તેમને 18 વર્ષ બાદ એટલે કે વર્ષ 2000માં આ બીમારી અંગે જાણ થઈ હતી. તેઓ રેગ્યુલર ચેક-અપ માટે ડોક્ટર્સ પાસે ગયાં હતાં અને ત્યાં તેમને કહેવામાં આવ્યું કે તેમનું લીવર 75 ટકા ખરાબ થઈ ગયું છે અને તેઓ માત્ર 25 ટકા લીવર પર જ જીવિત છે. વધુમાં અમિતાભે કહ્યુ હતુ કે 12 ટકા લીવર સારું હોય ત્યાં સુધી વ્યક્તિ જીવી શકે છે. હેપેટાઈટિસ બી હોવાને કારણે તેમને અન્ય કેટલીક બીમારીઓ પણ થઈ છે. આ જ કારણથી તેમણે નિયમિત મેડિકલ ચેક-અપ કરાવવો પડે છે.

કેવી રીતે ઘાયલ થયા હતાં બિગ બી?

બેંગલોરમાં ‘કુલી’નું શૂટિંગ ચાલી રહ્યું હતું. 24 જુલાઇ, 1982ના રોજ ફિલ્મના એક એક્શન સીનમાં પુનીત અમિતાભના મામાને મારે છે, ત્યારે અમિતાભ મામાને બચાવવા વચ્ચે પડે છે. એક્શન ડિરેક્ટર પ્રમાણે, છેલ્લા ફાઇટ સીનમાં પુનીતનો મુક્કો અમિતાભના મોઢા પર પડવાનો હતો અને તે ટેબલ પરથી નીચે પડવાના હતાં. આ સીન ડુપ્લીકેટ દ્વારા શૂટ કરવાનો હતો, પણ અમિતાભે આ સીન પોતે શૂટ કરવાનો આગ્રહ કર્યો હતો.

પ્લાન પ્રમાણે અમિતાભથના મોઢા પર મુક્કો પડ્યો અને તેઓ સ્ટીલના ટેબલ પરથી બીજી બાજુ પડ્યાં. સીન બિલકુલ રિયલ હતો, બધાએ તાળીઓ વગાડી. આ પછી અમિતાભના પેટમાં દુખાવો શરૂ થતાં તેઓ ગાર્ડનમાં આંટા ફેરા મારવા લાગ્યાં. અમિતાભે જણાવ્યું કે ટેબલનો ખુણે તેમના પેટમાં જબરદસ્ત રીતે વાગ્યો છે.

અમિતાભ સહિત બધાને આ ઇજા સામાન્ય લાગી રહી હતી. અમિતાભ હોટલમાં આરામ કરવા જતાં રહ્યાં, પણ દુ:ખાવો વધુ હતો. સાંજે દુ:ખાવાથી હેરાન અમિતાભને લાગ્યું કે સવારે બધુ સામાન્ય થઇ જશે પરંતુ આમ થયું નહીં અને તેમને બેંગ્લોરમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ ત્યાંથી તેમને એરબસમાં મુંબઈ લઈ જવામાં આવ્યાં. બે મહિના બાદ અમિતાભ બચ્ચન ઠીક થયા હતાં

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here