જોધપુરના શિકાર કેસમાં સલમાન ખાન દોષિત, જાણો કેટલા વર્ષની થઈ સજા ? જેલમાં જશે કે નહીં?

0
195
Advertisement
Loading...

રાજસ્થાનના જોધપુરની કોર્ટે કાળિયારના શિકાર મામલે ફિલ્મ સ્ટાર સલમાન ખાનને દોષિત જાહેર કર્યો છે. જ્યારે સલમાન ખાન સિવાયના બાકીના તમામ ફિલ્મ સ્ટાર્સ નિર્દોષ છૂટ્યા છે. સલમાન ખાનને આ કેસમાં કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે, તેવી અફવા ચાલી હતી. જોકે, સજાનું એલાન બપોર પછી થશે.

આ કેસમાં સલમાન ખાન ઉપરાંત. સૈફ અલી ખાન, નીલમ, સોનાલી બેન્દ્રે, તબુ સહિતના સ્ટાર્સ પણ આરોપી હતી. આ તમામ સ્ટાર્સને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. સલમાન ખાનને ત્રણ વર્ષથી ઓછી સજા થાય એ સંજોગોમાં તેને સેશન્સ કોર્ટ જામીન આપી શકે છે. આ સંજોગોમાં તેણે જેલમાં ન જવું પડે.

સલમાનને ત્રણ વર્ષ કરતા વધારે સજા થાય તો હાઈકોર્ટમાં જામીન માટે જવું પડે. આ સંજોગોમાં તેની ધરપકડ કરી તેને જેલમાં મોકલી દેવાશે.

સૂરજ બડજાત્યાની ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ સમયે સલમાન ખાન તથા બીજા સ્ટાર્સ જંગલમાં શિકાર માટે ગયા હતા અને તેમણે કાળિયારનો શિકાર કર્યો હોવાના આરોપ હતા.

2 ઓક્ટોબર 1998ના રોજ ગુડા બિશ્નોઇના રહેનારા લોકોએ વન વિભાગની ઓફિસ આવીને સલમાન ખાન તથા ફિલ્મ સ્ટાર્સે બે કાળિયારનો શિકાર કર્યો હોવાનો આક્ષેપ મૂકીને ફરિયાદ કરી હતી.

ગુડા બિશ્નોઇના લોકો ફટાકડાના અવાજને કારણે ચોંકી ઉઠ્યા હતા અને ગામની આસપાસ એક મારૂતિ જિપ્સીની શંકાસ્પદ મૂવમેન્ટ જોવા મળી હતી. આ જીપ્સી સ્ટાર્સની હતી તેવો ખુલાસો થયો હતો.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here