ટૂંક સમયમાં આવશે ‘બાહુબલી’ની પ્રિક્વલ ?

0
119
Advertisement
Loading...

બાહુબલી-2 રિલીઝ તયા બાદથી જ તેની પ્રીક્વલને લઈને ચર્ચા થઈ રહી છે. હવે એવા અહેવાલ આવી રહ્યા છે કે પ્રીક્વલ બાહુબલી સીરીઝના કેરેક્ટર શિવગામીના જીવન પર આધારિત હશે. આ ફિલ્મને લઈને ડાયરેક્ટર રાજામૌલીએ પ્રસ્થાનમના ડાયરેક્ટર દેવા કટ્ટા સાથે હાથ મિલાવ્યો છે.

બાહુબલી 2 બાદ તેના ત્રીજા ભાગને પણ બનાવવામાં આવશે. આ ફિલ્મના પ્રિક્વલ ફિલ્મનો મહત્વપૂર્ણ ભાગ શિવગામીના જીવન પર આધારિત હશે. આ પ્રિક્વલનું નામ છે ‘ધ રાઇઝ ઓફ શિવગામી’.

આ માટે ડાયરેકટર એસએસ રાજામૌલીએ ”પ્રસ્થાનમ”ના ડાયરેક્ટર દેવ કટ્ટા સાથે વાતચીત કરી છે. બૉલિવુડ લાઇફ મુજબ, દેવ કટ્ટાએ મીડિયાને કહ્યું છે કે ‘બાહુબલી’ શ્રેણીની સીરિઝ દર્શકોને ખૂબ પસંદ આવી હતી.

રાજામૌલી સરે આ સીરિઝ દ્વારા સ્ટોરી ટેલિંગની નવી રીત દર્શકોને રજૂ કરી હતી. હું ખુશ છું કે ‘ધ રાઇઝ ઓફ શિવગામી’ માટે અમે બંને સાથે મળીને કામ કરીશું.

‘બાહુબલી’ ની પ્રિક્વલને ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. હાલમાં જ દેવ કટ્ટા તેમની ફિલ્મ ‘પ્રસ્થાનમ’ ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સંજય દત્ત લીડ રોલમાં નજર આવશે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here