જ્યોતિષની ભવિષ્યવાણી, આરાધ્યા બચ્ચન બનશે ભારતની પ્રધાનમંત્રી!

0
115
Advertisement
Loading...

સુનીલ મુંગરા, હૈદરાબાદ- શહેરના એક જ્યોતિષની ભવિષ્યવાણી પર વિશ્વાસ કરીએ તો અમિતાભ બચ્ચનની પૌત્રી અને અભિષેક બચ્ચન-એશ્વર્યા રાયની દીકરી આરાધ્યા રાજનીતિમાં આગળ જઈ શકે છે. આ ભવિષ્યવાણી જ્યોતિષ ડી જ્ઞાનેશ્વરે કરી છે.

જ્ઞાનેશ્વરે રવિવારના રોજ એક મીડિયા કોન્ફરન્સમાં વર્ષ 2018 માટે નવી ભવિષ્યવાણીની જાહેરાત કરી હતી. તેમનો દાવો છે કે તેમણે જ સૌથી પહેલા સટીક ભવિષ્યવાણી કરી હતી કે ચિરંજીવી અને રજનીકાંત રાજનીતિમાં પ્રવેશ કરશે. આ પહેલા 2009માં તેમણે કોંગ્રેસની સરકાર બનવાની ભવિષ્યવાણી પણ કરી હતી.

જ્ઞાનેશ્વરે કહ્યું કે જો ભવિષ્યમાં આરાધ્યા ભારતની વડાપ્રધાન બનવા માંગે છે તો તેણે નામ બદલીને રોહિણી કરી નાખવું જોઈએ. ઉલ્લેખનીય છે કે આ પહેલા અમિતાભ બચ્ચન પણ 1989માં કોંગ્રેસ પાર્ટીની ટીકીટ પર લોકસભાની ચૂંટણી જીતી ચુક્યા છે, જો કે તેમણે પછીથી રાજકારણ છોડી દીધુ હતું. જ્ઞાનેશ્વરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રંપ ફરી વાર જીતશે તેવી ભવિષ્યવાણી પણ કરી છે.

આ સિવાય જ્ઞાનેશ્વરે જણાવ્યું કે, રજનીકાંત તમિલનાડુના મુખ્યમંત્રી પદ પર બેસશે. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2024માં લડાઈ થશે. તેમણે મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીને 2019માં લગ્ન કરવાની સલાહ આપી છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here