અમૂલે પ્રિયા પ્રકાશને તેના પોસ્ટરમાં અમૂલ ગર્લ તરીકે રજૂ કરી.

0
177
Amul introduced Priya Prakash as Amul Girl in her post
Advertisement
Loading...

મુંબઈ, એકમાત્ર વીડિયોને લીધે રાતોરાત સોશિયલ મીડિયામાં છવાઈ ગયેલી પ્રિયા પ્રકાશ વારિયર હવે અમુલ ગર્લ બની છે. અમુલે તેના પોસ્ટરમાં પ્રિયાને અમુલ ગર્લ તરીકે રજૂ કરી છે.અમુલે તેના સત્તાવાર ટવવિટર અને ફેસબુક એકાઉન્ટમાં આ અંગેનો પોસ્ટરનો પોસ્ટ કર્યો છે. પ્રિયા પ્રકાશને પોસ્ટરમાં સ્કૂલ ગર્લ દર્શાવવામાં આવી છે. પોસ્ટરમાં આંખ મારતી પ્રિયા પ્રકાસના હાથમાં બ્રેડ-બટર છે અને ટેગલાઈન વિંક ઓલ, વિંક ઓલ, લિટલ સ્ટાર લખવામાં આવ્યું છે.

પ્રિયા પ્રકાશની મલાયલમ ફિલ્મ ઓરુ અડાર લવ ત્રીજી માર્ચે રિલીઝ થનાર છે. આ જ ફિલ્મનું ગીત માનિક મલયારા પૂવી હમણાં જ રિલીઝ થયું છે. આ ગીત સોશિયલ મીડિયા પર આવતાં જ પ્રિયા પ્રકાશ છવાઈ ગઈ છે અને ઈન્સ્ટાગ્રામ પર પ્રિયા પ્રકાશના ફોલોઅર્સનું ધોડાપૂર જોવા મળ્યું છે.

પ્રિયા હાલમાં માત્ર ૧૮ વર્ષની જ છે અને ત્રિશૂરની વિમલા કોલેજમાં બી.કોમના પ્રથમ વર્ષની વિદ્યાર્થીની છે. પ્રિયાએ તેની પ્રથમ ફિલ્મમાં પણ વિદ્યાર્થીનીનો જ અભિનય કર્યો છે.(GNS)

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here