અક્ષય કુમાર બનાવશે આ સુપરહિટ ફિલ્મની સિક્વલ

0
141
Advertisement
Loading...

બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર અત્યારે પોતાની આગામી ફિલ્મ ગોલ્ડના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ઉપરાંત તે કેસરી ફિલ્મમાં પણ નજરે પડવાનો છે. ત્યારે પોતાની ફિલ્મ ગોલ્ડના પ્રમોશન દરમિયાન પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેણે જણાવ્યુ કે, ઓહ માય ગોડ ની સિક્વલ પણ બનાવાશે.

આ માટે તે અત્યારે એક સારી સ્ક્રિપ્ટ ની તલાશમાં છે. અક્ષયનુ કહેવુ છે કે તે ઓહ માય ગોડ ના બીજા ભાગ માટે ઘણા સમયથી વિચારી રહ્યો છે. અત્યાર સુધી તે આ માટે 4 વાર્તા સાંભળી ચુક્યો છે, પરંતુ એકપણ વાર્તા તેને પ્રભાવિત કરી શકી નથી.

આ ઉપરાંત તે પોતાની સુપરહિટ ફિલ્મ રાઉડી રાઠોડની પણ સિક્વલ બનાવવાનુ પ્લાનિંગ કરી રહ્યો છે. આ બન્ને ફિલ્મો પર હાલ સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યુ છે.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here