Advertisement
Loading...
(જી.એન.એસ) મુંબઈ,બોલીવુડના અભિનેતા અજય દેવગનની આગામી ફિલ્મ ’રેડ’નું પહેલું પોસ્ટર તથા ટ્રેલર રીલિઝ થયું છે. પોસ્ટરમાં અજય દેવગણ ઘણી બધી સૂરકેસ અને કોથળાઓ વચ્ચે બેસેલ છે. આ ફિલ્મનું નિર્દેશન રાજ કુમાર ગુપ્તાએ કર્યું છે. અને ટી-સિરીઝના બેનર હેઠળ આ ફિલ્મ બની છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ જાણકારી અને પોસ્ટર પોતાની વેરિફાઇડ ટિ્વટર હેન્ડલ થી શ્યેર કર્યું છે. આ ફિલ્મને ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર ,કુમાર મંગત અને અભિષેક પાઠક દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મની કહાની ૧૯૮૦ના ઉત્તર પ્રદેશમાં સેટ કરવામાં આવી છે જે તે ડોરની ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મમાં અજયનો રોલ એક સમજદાર અને ઈમાનદાર ઇન્કમ ટેક્સ અધિકારીનો છે આ ફિલ્મ ૧૬ માર્ચે રિલીઝ થવાની છે.
Advertisement
Loading...