આ પ્રખ્યાત બ્રાન્ડ સાથે નહિ કરે કામ બિગ-બી

0
111
Advertisement
Loading...

અમિતાભ બચ્ચને 2 અઠવાડિયા પહેલા પોતાના વેરિફાઈડ ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરીને લખ્યું, “કુપોષણ વિરૂદ્ધ સૌથી મોટી જંગમાં જોડાઈને પ્રથમ ડગલું આગળ વધારી રહ્યો છું.” પોતાની આ ટ્વીટમાં બિગ બી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મેનકા ગાંધી અને નીતિ આયોગને ટેગ કર્યા હતા. તેમણે લખ્યું, નેટવર્ક 18 અને હોર્લિક્સ ભારતના રાષ્ટ્રીય પોષણ અભિયાનને સપોર્ટ કરશે. બિગ-ને ફોલો કરનારા કેટલાક ડોક્ટરોએ આ ટ્વીટ પર રિપ્લાઈ આપ્યો છે.

ડોક્ટરોએ લખ્યું, ‘હોર્લિક્સ’ બાળકો માટે હાનિકારક છે કારણ કે આ એક હાઈ શુગર પ્રોડક્ટ છે, કારણ કે જાહેરાતમાં જે રીતે બતાવવામાં આવે છે કે તેમાં 100 ગ્રામ શુગર છે, 78 ગ્રામ કાર્બોહાઈડ્રેટ અને 32 ગ્રામ સક્રોઝ શુગર છે. જે બાળકોમાં મેદસ્વીતા અથવા બાદમાં ચેપી રોગનું કારણ બની શકે છે. ડેક્કન ક્રોનિકલના એક અહેવાલ અનુસાર અમિતાભ હવે આ પ્રોજેક્ટ સાથે નહીં જોડાય.

ઉલ્લેખનીય છે કે, અમિતાભ કેન્દ્ર અને રાજ્ય સરકારની સાથે જાગરૂકતા ઉભી કરવાના તમામ પ્રોજેક્ટ્સનો ભાગ બનતા રહ્યા છે. જોકે જ્યાં સુધી આ પ્રોજેક્ટની વાત છે તો જણાવીએ કે અમિતાભ આ પ્રોજેક્ટ સાથે સીધી રીતે જોડાયા નહોતા. તેમણે કોઈ ડીલ સાઈન કરી ન હતી અને ન તો કોઈ રૂપિયાને લઈને વાતચીત થઈ હતી. તેઓ માત્ર મિશન પોષણને સપોર્ટ કરી રહ્યા હતા.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here