બોલીવુડના ક્યા અભિનેતાએ સરકારને ગણાવી નામર્દ? જાણો

0
261
Advertisement
Loading...

ગણતંત્ર દિવસના અનવસર પર કાસગંજમાં થયેલ સાંપ્રદાયિક હિંસા હજુ પણ ચાલુ જ છે. સોશિયલ મીડિયામાં એવી વાત સામે આવી હતી કે હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાને કારણે એખ ધર્મ વિશેષના લોકોએ ચંદન નામના વ્યક્તિને ગોળી મારી દીધી. જોકે હવે એવો ખુલાસ થયો કે કાસગંજમાં વિતેલા બે દિવસથી ચાલી રહેલ હિંસા માત્ર તિરંગા યાત્રા માટે રસ્તો ન આપવાના મામલે થઈ હતી કારણ કે અન્ય પક્ષના લોકો તિરંગા લહેરાવા માટે રસ્તા પર ખુરશી લગાવી રહ્યા હતા.

ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં વરિષ્ટ પોલીસ અધિકારી અને આ ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું કે, અનાધિકૃત મોટરસાઈકલ પર નીકળેલી તિરંગા યાત્રા કાસગંજના બદ્દ નગર પહોંચી, ત્યાર બાદ સાંપ્રદાયિક હિંસાનું રૂપ લઈ લીધું. એક સ્થાનિક નિવાસી અનુસાર મોટરસાઈકલ પર રેલી કરી રહેલ લોકોએ ખુરશી હટાવવા માટે કહ્યું જેથી તે ત્યાંથી નીકળી શકે. પરંતુ ત્યાં હાજર લોકેએ ખુરશી હટાવવાની ના પાડી દીધી. બાદમાં બન્ને પક્ષ વચ્ચે થયેલ ઝડપમાં ચંદનનું મોત થયું.

ચંદનની મોત બાદ સમગ્ર વિસ્તારમાં હિંસા ભડકી ગઈ. અનેક ગાડીઓને આગ લગાડવામાં આવી. એક ધર્મ વિશેષના લોકોની દુકાનો પણ સળગાવવામાં આવી. કાસગંજમાં ભડકેલ હિંસા પર બોલીવુડ એક્ટર અજાજ ખાને શાયરાના અંદાજમાં સરકાર પર કટાક્ષ કર્યો હતો. ટીવી રિયાલિટી શો બિગ બોસથી જાણીતા થયેલા એજાજ ખાને લખ્યું- અગર દંગાઈઓ પર તેરા કોઈ બસ નહીં ચલતા, તો ફિર સુન લે હકુમત હમ તુઝે નામર્દ કહતે હૈ.

અજાજ ખાનના આ શાયરાના અંદાજના અનેક યૂઝર્સ વખાણ કર્યા છે. યૂઝ્સે વખાણ કરતાં કમેન્ટમાં પણ શેર લખવા લાગ્યા. લોકેએ અજાજ ખાનના સુરમાં સુર મિલવાત સરકાર પર નિશાન સાધવાનું શરૂ કર્યું.

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here