સોનમ બાદ હવે રણવીર-દીપિકાની વેડિંગ ડેટ ફિક્સ કરાઈ!

0
124
Advertisement
Loading...

મુંબઈ – બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર બોયફ્રેન્ડ આનંદ આહૂજા સાથે લગ્નના બંધનમાં 8 મી મેએ બંધાવા જઈ રહી છે . સોનમ અને આનંદના લગ્નની તારીખ ફિક્સ થયા બાદ હવે બોલિવૂડ સ્ટાર્સ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નની તારીખ પણ ફિક્સ થઈ ગઈ છે .

મીડિયા રિપોર્ટ્સ અનુસાર , દીપિકા અને રણવીર સિંહના લગ્નની તારીખ નવેમ્બર મહિનામાં ફિક્સ કરાઈ છે . કહેવાઈ રહ્યું છે કે બંને પરિવારની સહમતિ બાદ આ મહિનાની ડેટને ફાઈનલ કરવામાં આવી છે . એક ન્યૂઝ વેબસાઈટના દ્વારા મળેલી માહિતી મુજબ પાદુકોણ અને સિંહ ફેમેલીએ મીટિંગ કરીને કેટલીક તારીખો પર વિચાર કર્યો હતો . મોટાભાગની તારીખો નવેમ્બર મહિનામાં મળી હતી . જે બાદ બંને પરિવારને આ જ સાચો સમય લાગ્યો .

જ્યારે દીપિકાની ટીમ સાથે જોડાયેલા સૂત્રએ જણાવ્યું કે સમગ્ર ટીમને તે સમયે એકપણ રજા ન લેવા માટે કહેવાયું છે . અહીંયાં સુધી કે મેકઅપ આર્ટિસ્ટથી લઈને મેનેજર અને ટીમ પર્સન્સને પણ લગ્ન સમારોહ દરમિયાન ઉપલબ્ધ રહેવા માટે કહેવાયું છે . રિપોર્ટ અનુસાર , જોકે દીપિકાની પીઆર ટીમ તરફથી આ મામલે કોઈ ઔપચારિક પુષ્ટિ કરવામાં આવી નથી . પરંતુ લગ્નની તારીખ નવેમ્બર મહિનામાં ફિક્સ કરાઈ છે એવું માનવામાં આવી રહ્યું છે .

ખબરો મુજબ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ વચ્ચે નિકટતા તે સમયે વધી જ્યારે સંજ્ય લીલા ભણસાલીની ‘ ગોલિયો કી રામલીલા – રાસલીલા ‘ ફિલ્મ કરી રહ્યા હતા . આ બાદ રણવીર અને દીપિકાએ એક સાથે ‘ બાજીરાવ મસ્તાની ‘ અને ‘ પદ્માવત ‘ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે . ફિલ્મમાં દર્શકોને બંને વચ્ચેની કેમેસ્ટ્રી પણ ખૂબ પસંદ આવી છે . રણવીર અને દીપિકાને ઘણીવાર સાથે સ્પોટ કરાઈ ચૂક્યા છે .

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here