અમેરિકામાં કામ કરવું વધુ અઘરું બન્યું, ટ્રમ્પ વધારી શકે છે મુશ્કેલી

0
141
Advertisement
Loading...

H1B વિઝા ધારકોના ડિપેન્ડન્ટ તરીકે અમેરિકામાં આવતા પતિ કે પત્નીને H4 વિઝા આપવામાં આવે છે. જેમના કામ કરવાના અધિકાર અંગે ટ્રમ્પ સરકાર ફેરબદલ કરવાનું વિચારી રહી છે.

આ ફેરફાર જો માન્ય રાખવામાં આવશે તો H4 વિઝા ધારકોનો કામ કરવાનો અધિકાર નાબૂદ થઇ શકે છે.

યુ.એસ સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝના ડાયરેક્ટર લી ફ્રાન્સિસ સીસનાએ તેમના નિવેદનમાં કહ્યું કે ”H4 વિઝા ધારકના પતિ/પત્ની અત્યારસુધી ઍમ્પલોયમેન્ટ ઑથોરાઇઝેશન માટે યોગ્યતા ધરાવતાં હતાં. પણ હવે એ સ્થિતિમાં બદલાવ લાવવાની વિચારણા ચાલી રહી છે.” ”આમ કરવા માટે 2015માં આવેલા એ કાયદાને બદલવો પડશે કે જે H4 વિઝા ધારકોને આવા હકો આપતો હતો.”

બરાક ઓબામાની સરકારમાં H1B વિઝા ધારકોના પતિ/પત્ની કે જે H4 વિઝા પર અમેરિકા આવતાં તેમને કામ કરવાની પરવાનગી અપાતી હતી. તેમને ઍમ્પલોયમેન્ટ ઑથોરાઇઝેશન ડૉક્યુમેન્ટ (EAD) મળતા, જેના આધારે તેઓ કામ માટે અરજી કરી શકતાં.

  • અમેરિકા છ બાબતોમાં પછાત દેશથી પણ પછાત
  • શું સચિન આજ સુધીના મહાન ક્રિકેટર છે?

જોકે, આ EAD એવા લોકો માટે હતા જેમણે H1B વિઝા હેઠળ ગ્રીન કાર્ડ માટે અરજી કરી હોય. એટલે કે એવા લોકો જેમણે અમેરિકાના નાગરિકત્વ માટે અરજી કરી હોય.

અમેરિકા ફર્સ્ટના નારા સાથે અમેરિકાના રાષ્ટ્રપતિપદે ચૂંટાઇ આવેલા ડોનાલ્ડ ટ્રમ્પે વિઝા પોલીસીમાં ઘણાં ફેરફારો કર્યા છે. ટ્રમ્પે કરેલા ફેરફારોમાં એક જોગવાઈ વિઝાની સંબંધીત બાબતે પણ છે. જે અંગે વિચારણા ચાલી રહી છે.

સપ્ટેમ્બર 2017માં યુએસ સિટિઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝે જાહેરાત કરી હતી કે H4 વિઝા અંગેની આ જોગવાઇ માન્ય રાખવામાં આવશે નહીં.

  • બીજાનો મળ શરીરમાં નાખવાથી જિંદગી બચી શકે

જે અંગે અમેરિકન ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ દ્વારા ફેબ્રુઆરી 2018 સુધીમાં સત્તાવાર જાહેરાત કરવાની વાત કરાઈ હતી.

જો H1B વિઝા ધારકના પતિ અથવા પત્ની કે જેમની પાસે H4 વિઝા હોય તેમનો કામ કરવાનો હક રદ કરવામાં આવે તો 70 હજારથી પણ વધારે H4 વિઝા ધારકો મુશ્કેલીમાં મુકાઇ શકે.

અહીં એ વાત પણ મહત્વની બની રહે છે કે 95 ટકાથી વધારે મહિલાઓ H4 વિઝા પર અમેરિકામાં રહે છે.

તમે અમને ફેસબુકઇન્સ્ટાગ્રામયુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

Advertisement
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here